ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના એન્જિનિયર અને ડોક્ટર યુવાનોની ટીમે પોર્ટેબલ ઓઝોન ડિવાઇઝ બનાવ્યું - baroda local news

કોરોનાની શરૂઆત થઇ હતી ત્યારે ધ્યાનમાં આવ્યું હતું કે, ઓક્સિજનને ઓઝોનમાં કન્વર્ટ કરીને સેનિટાઇઝર બનાવી શકાય છે

વડોદરાના એન્જિનિયર અને ડોક્ટર યુવાનોની ટીમે પોર્ટેબલ ઓઝોન ડિવાઇઝ બનાવ્યું
વડોદરાના એન્જિનિયર અને ડોક્ટર યુવાનોની ટીમે પોર્ટેબલ ઓઝોન ડિવાઇઝ બનાવ્યું

By

Published : May 31, 2021, 7:38 AM IST

Updated : May 31, 2021, 8:58 AM IST

  • શહેરના એન્જીનીયર અને ડોકટર યુવાનોએ ડિવાઇઝ બનાવ્યું
  • શરીરને હાનિ ન પહોંચે તેવું પોર્ટેબલ ઓઝોન ડિવાઇઝ બનાવ્યું
  • ઓક્સિજનમાંથી ઓઝોન વાયુ કન્વર્ટ કરીને સેનિટાઇઝર બનાવવા ઉપર કામ શરૂ કરી દીધું

વડોદરા: ડિવાઇઝ દ્વારા સાદા પાણીને સેનિટાઇઝરમાં રૂપાંતર કરે છ બજારમાં મળતા સેનિટાઇઝર આલ્કોહોલમાંથી બનેલા હોવાથી ક્યારેક દુર્ઘટના સર્જી શકે છે જ્યારે ઓઝોન વાયુ દ્વારા તૈયાર થતું સેનિટાઇઝર નુકસાન પહોંચાડતું નથી.

પોર્ટેબલ ઓઝોન ડિવાઇઝ ઇલેક્ટ્રીક દ્વારા સંચાલિત છે

કોરોનાની શરૂઆત થઇ હતી ત્યારે ધ્યાનમાં આવ્યું હતું કે, ઓક્સિજનને ઓઝોનમાં કન્વર્ટ કરીને સેનિટાઇઝર બનાવી શકાય છે આ વાત ધ્યાનમાં આવ્યા બાદ અમે દેશ-વિદેશના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધનોનો અભ્યાસ કર્યો. આ અભ્યાસ બાદ અમે ઓક્સિજનમાંથી ઓઝોનને પાણીમાં ભેળવી સેનિટાઇઝર બનાવવાની શરૂઆત સપ્ટેમ્બર-2020માં કરી હતી. એન્જિનિયર કશ્યપ ભટ્ટ અને ડો. રિદ્ધી પ્રજાપતિ આ પ્રોજેક્ટને તૈયાર કરવામાં જોડાયા હતા. જાન્યુઆરી-2021થી ટીમે ઓક્સિજનમાંથી ઓઝોન વાયુ કન્વર્ટ કરીને સેનિટાઇઝર બનાવવા પર કામ શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો:રાજ્યના લાયસન્સ વગરના સેનેટાઈઝર ઉત્પાદકો પર રેઇડ, અમદાવાદમાંથી નકલી સેનેટાઈઝર જથ્થો પકડાયો

એપ્રિલ-2021માં પોર્ટેબલ ઓઝોન ડિવાઇઝ તૈયાર કરી દીધું

એપ્રિલ-2021માં પોર્ટેબલ ઓઝોન ડિવાઇઝ તૈયાર કરી દીધું. લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવેલા ઉપકરણમાંથી ઓઝોન વાયુનું આઉટપુટ નીકળે છે તેની તપાસ કરાવી. જેમાં સંતોષકારક પરિણામ મળતા અમારી ટીમનો ઉત્સાહ વધી ગયો આવનારા દિવસોમાં અમે ઓઝોનમાંથી સેનિટાઇઝર બનાવવા માટે તૈયાર કરેલુ પોર્ટેબલ ઓઝોન ડિવાઇઝ ઇલેક્ટ્રીક દ્વારા સંચાલિત છે.

આ પણ વાંચો:જામનગરમાં પ્રથમવાર થયો ગૌમૂત્રમાંથી સેનિટાઈઝર બનાવવાનો પ્રયોગ: જુઓ વિશેષ અહેવાલ

વારંવાર હાથ ધોવા માટે સેનિટાઇઝરથી હાથ ધોવાની સલાહ

કોરોનાની મહામારી શરૂઆત થઇ ત્યારે તબીબોની સલાહ મુજબ વારંવાર હાથ ધોવા માટે સેનિટાઇઝરથી હાથ ધોવાની સલાહ આપવામાં આવતી હતી. પરિણામે સેનિટાઇઝરની માંગમાં જબરજસ્ત વધારો થયો હતો. લોકોને કોઇને નુકસાન ન પહોંચે તેવું ઓઝોનમાંથી સેનિટાઇઝર બનાવવાનું નક્કી કર્યું હતું. ઉપકરણો ઓઝોન વાયુ પર આધારિત છે અને તે પાણીમાં ઓગળી શકે છે અને તેને શ્રેષ્ઠ હાનિકારક સેનિટાઈઝરમાં રૂપાંતરિત કરી શકે છે. ઇજનેરે દાવો કર્યો હતો કે, માર્કેટમાં જોવા મળતા સેનિટાઇઝર્સ આલ્કોહોલ આધારિત છે. જે ઉપયોગ કરતા વધારે નુકસાન પહોંચાડે છે અને આગનો ખતરો રહે છે. અને જ્યારે તે ખલાસ થાય છે, ત્યારે બજારમાંથી ખરીદવું પડે છે. જ્યારે અમારું ઉપકરણ કોઈપણ સાદા પાણીને મિનિટોમાં એક જંતુરહિત રૂમમાં રૂપાંતરિત કરી શકે છે, જે એક ચપટીમાં ફ્લોર અથવા કંઇક વસ્તુને શુદ્ધ કરી શકે છે.

Last Updated : May 31, 2021, 8:58 AM IST

ABOUT THE AUTHOR

...view details