- ગોત્રિ મેડિકલ કોલેજના સિદ્ધાર્થ ભદ્રેચાએ આત્મહત્યા કરી
- પોલીસે વિદ્યાર્થી પાસેથી સ્યુસાઈડ નોટ કબજે કરી હતી
- સિદ્ધાર્થ ભદ્રેચા કોવિડ ડ્યૂટી સાથે પણ જોડાયેલો હતો
- દરવાજાની પોલમાંથી અંદર ફોનનો ફ્રન્ટ કેમેરો નાખીને ફોટો લેતા ગળે ફાંસો ખાધાનું ધ્યાને આવ્યું
આ પણ વાંચોઃપારડી તાલુકાના આમળી ગામના યુવકે કોરોનાના કારણે હતાશામાં સરી પડી રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી જીવન ટુંકાવ્યું
વડોદરાઃ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે આરોગ્યકર્મીઓ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. હાલમાં ડોક્ટર્સ અને તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોવિડ ડ્યૂટીમાં જોડી દેવાયા છે. આવા સમયે વડોદરામાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સિદ્ધાર્થ ભદ્રેચાએ આત્મહત્યા કરી લીધી હતી. આ વિદ્યાર્થી કોવિડ ડ્યૂટી સાથે જોડાયેલો હતો.
ગોત્રિ મેડિકલ કોલેજના સિદ્ધાર્થ ભદ્રેચાએ આત્મહત્યા કરી હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
આ અંગે મળતી માહિતી અનુસાર, ગોત્રિ મેડિકલ કોલેજના MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા સિદ્ધાર્થ ભદ્રેચા (ઉં.વ. 22)એ હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ વિદ્યાર્થીની 30 એપ્રિલે ડ્યૂટી પૂરી થઈ હતી.
આ પણ વાંચોઃનડીયાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીએ કરી આત્મહત્યા
રૂમનો દરવાજો ન ખૂલતા રૂમ પાર્ટનરે પોલીસને જાણ કરી હતી
મંગળવારે રાત્રે સિદ્ધાર્થનો રૂમ પાર્ટનર મોડી રાત્રે કોવિડ ડ્યૂટીમાં ફરજ બજાવવા ગયા હતો ત્યારે બન્ને વચ્ચે વાતચીત થઈ હતી. તે સમયે બધું સામાન્ય લાગતું હતું. આજે બુધવારે સવારે તેનો રૂમ પાર્ટનર રૂમમાં પરત ફર્યો ત્યારે તેણે દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી દરવાજો ખૂલ્યો ન હતો એટલે તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સિદ્ધાર્થ પાસેથી સ્યુસાઈડ નોટ મેળવીહ હતી. સિદ્ધાર્થનો પરિવાર માંગરોળમાં રહે છે.