વડોદરાઃ શહેરના હરણી રોડ ખાતે આવેલી ઉજજીવન સ્મોલ ફાયનાન્સ બેંકમાં શનિવારે રાત્રે ચોરી કરવાના ઇરાદે ઈલેક્ટ્રીક કટર સાથે ચોરે પ્રવેશ કર્યો હતો. પરંતુ ચોરીના પ્રયાસ દરમિયાન ઈલેક્ટ્રીક કટર ચાલુ થઈ જતા અકસ્માતમાં ચોરનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
વડોદરાના હરણી રોડ પર બેંકમાં ચોરીના ઈરાદે પ્રવેશેલા તસ્કરનું ઈલેક્ટ્રીક કટરના કારણે મોત, ઘટના CCTVમાં કેદ
વડોદરા શહેરના હરણી રોડ ઉપર ઉજજીવન સ્મોલ ફાયનાન્સ બેંકમાં ચોરીના ઈરાદે પ્રવેશેલા તસ્કરનું ઈલેક્ટ્રીક કટરના કારણે મોત થયું હતું. જેને લઇને વારસિયા પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરાના હરણી રોડ પર બેંકમાં ચોરીના ઈરાદે પ્રવેશેલા તસ્કરનું ઈલેક્ટ્રીક કટરના કારણે મોત, ઘટના CCTVમાં કેદ
આ સમગ્ર બનાવ CCTVમાં કેદ થતા ચેન્નાઇ ખાતે બેંકની મુખ્ય બ્રાન્ચથી વડોદરાના વારસિયા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ચોરી કરવા આવેલા યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. આ બનાવ અંગેની વધુ તપાસ અને વિગત મેળવવા માટે ડીસીપી લગ્ધીરસિંહ ઝાલા અને એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ચોરીની કોશિશ સાથે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.