વડોદરાઃ જીલ્લાના શિનોર ગામે ગઈ કાલે રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં બૂસા ફળિયામાં આવેલા સાંઇબાબાના મંદિરમાં એક મહાકાય અજગર દેખાયો હતો. મહાકાય અજગર જોવા મળતા સ્થાનિક લોકો ભયભીત બની ગયા હતા. આથી સ્થાનિક લોકો દ્વારા શિનોર વન વિભાગના આર.એફ.ઓ સંજયભાઈ પ્રજાપતિને જાણ કરવામાં આવી હતી. જેથી વન વિભાગ શિનોર દ્વારા વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ માલસર ભરત મોરેની રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી.
શિનોરમાં સાંઈબાબાના મંદિરમાં જોવા મળ્યો અજગર, લોકોમાં ફેલાયો ફફડાટ - વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ માલસર
વડોદરાના શિનોર નગરમાં બૂસા ફળિયામાં આવેલા સાંઈબાબાના મંદિરમાંથી વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ માલસરની રેસ્ક્યુ ટીમે મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યુ હતુ, ત્યાર બાદ મહાકાય અજગરને સલામત સ્થળે છોડી મુકાયો હતો.
શિનોરમાં સાંઈબાબાના મંદિરમાં જોવા મળ્યો અજગર, લોકોમાં ફેલાયો ફફડાટ
મહાકાય અજગર વિશે જાણ થતાં ભરત મોરે, સંજય ખત્રી, અનિલ તડવી સહિત રેસ્ક્યુ ટીમ શિનોર સાંઈબાબા મંદિર ખાતે પહોંચી હતી. અહિં પહોંચી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં સલામત રીતે છોડી મૂકાયો હતો. વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ માલસરની ભરત મોરેની રેસ્ક્યુ ટીમની કામગીરીને શિનોર નગરજનોએ બિરદાવી હતી.