- વડોદરાના લક્ષ્મી નગરની ઘટના
- પોલ્ટ્રી ફોર્મની હતી બોલેરો પીકઅપ વાન
- ડ્રાઈવર વાન છોડી ઘટના સ્થળેથી ફરાર
- રોષે ભરાયેલા લોકોએ પીકઅપ વાનની કરી તોડફોડ
વડોદરા: જિલ્લાના લક્ષ્મીનગરમાં ઘર આંગણે રમતા દોઢ વર્ષના માસુમ પર બોલેરો પીકઅપવાન ચઢી જતા મોત નીપજ્યું હતું. રોષે ભરાયેલા સ્થાનિકોએ પીકઅપવાનની તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: આબાદ બચાવ: અઢી વર્ષની બાળકી એપાર્ટમેન્ટના ચોથા માળની બારીમાંથી નીચે પટકાઈ