ગુજરાત

gujarat

ETV Bharat / city

સમરસ હોસ્પિટલ ખાતે ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઇ - ગુજરાતના તાજા સમાચાર

ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગની ઘટના બાદ શહેરનું તંત્ર સફાળું જાગ્યું હતું અને વડોદરા શહેરમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં મોકડ્રિલ શરૂ કરવામાં આવી હતી. આજે ગુરૂવારે ફતેગંજ વિસ્તારમાં આવેલી સમરસ કોલેજ હોસ્પિટલ ખાતે એક મોકડ્રિલનું આયોજન ફાયર વિભાગ અને પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કોવિડ હોસ્પિટલના સ્ટાફને ઈમરજન્સી વખતે કેવી રીતે કામગીરી કરવી તેની માહિતી આપવામાં આવી હતી.

સમરસ હોસ્પિટલ ખાતે ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઇ
સમરસ હોસ્પિટલ ખાતે ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઇ

By

Published : May 6, 2021, 4:10 PM IST

  • ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગ લાગી હતી
  • આગના બનાવ બાદ તંત્ર આવ્યું હરકતમાં
  • સમરસ હોસ્પિટલ ખાતે ફાયર વિભાગે મોકડ્રિલ યોજી

ભરૂચઃરાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે ત્યારે ભરૂચની વેલફેર હોસ્પિટલમાં થોડા દિવસ અગાઉ આગ લાગી હતી. જેમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ વડોદરા શહેરનું તંત્ર સફાળું જાગ્યું હતું. વડોદરા શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં આવેલી વિવિધ હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સમરસ હોસ્પિટલ ખાતે ફાયર વિભાગે મોકડ્રિલ યોજી

આ પણ વાંચોઃ ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 18ના મોત, વડાપ્રધાન મોદીએ સંવેદના કરી વ્યક્ત

માહિતગાર કરાયા

આજે ગુરૂવારે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી સમરસ હોસ્પિટલ ખાતે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. સમરસ હોસ્પિટલમાં દર્દીઓ હોવાથી દર્દીઓમાં ગભરાટ ન ફેલાય તેને લઈને તેમણે નર્સિંગ સ્ટાફ, સિક્યુરીટી, પોલીસ જવાનોનેએ ફાયરની કોઈ ઘટના બને તો કઇ રીતે કામગીરી કરવી તેને માટે માહિતગાર કરવામાં આવ્યા હતા.

સમરસ હોસ્પિટલ ખાતે ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઇ

આ પણ વાંચોઃ રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ICU વોર્ડ બળીને ખાખ, જૂઓ વીડિયો

ફાયરના પ્રાથમિક સાધનોનો ઉપયોગ કરવા સહિતની ટ્રેનિંગ આપવામાં આવી

ફાયર ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સમરસ હોસ્પિટલની અંદર ફિક્સ ફાયર ફાઈટિંગ ઇન્ટોલેશન, મોક ડિરેક્ટર ફાયર ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. ફાયર ઇમર્જન્સી થાય તો કેવી રીતે ઓપરેટ કરવું, દાખલ દર્દીઓને બચાવીને કેવી રીતે બહાર લાવવા, ઇલેક્ટ્રિકલ આગની ઘટના બને તો કઇ રહીતે કામગીરી કરવી, તેને માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ મોકડ્રિલનું આયોજન ફાયર વિભાગ, કોર્પોરેશનનું રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. ફાયરના પ્રાથમિક સાધનોનો ઉપયોગ કરવા સહિતની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details