ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં ઓશિયાળું જીવન જીવતા ભિક્ષુકોને સરકારી આશ્રયસ્થાનો પર ખસેડી તેમને પગભર બનાવાશે: મનિષા વકીલ

વડોદરા શહેરમાં ભિક્ષુકોના પ્રશ્નોના નિરાકરણ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય પ્રધાન મનિષા વકીલ (Manisha Vakil) ના અધ્યક્ષ સ્થાને વડોદરા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં શહેરમાં ઓશિયાળું જીવન જીવતા ભિક્ષુકોને સરકારી આશ્રયસ્થાનો પર ખસેડી તેમને પગભર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Manisha Vakil in Vadodara
Manisha Vakil in Vadodara

By

Published : Oct 29, 2021, 9:54 AM IST

  • ભિક્ષુકોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આવરી લઈ યુનિક ID નંબર અપાશે
  • ભિક્ષુકો પર પ્રદેશ અધ્યક્ષની ટકોર બાદ રાજ્ય પ્રધાન મનીષા વકીલ વડોદરામાં
  • ભિક્ષુકોના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે મનીષા વકીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

વડોદરા: શહેરમાં ભિક્ષુકોના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય પ્રધાન (Minister of State) મનિષા વકીલ (Manisha Vakil) ના અધ્યક્ષ સ્થાને વડોદરા સર્કિટ હાઉસ (Circuit House) ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં શહેરમાં ઓશિયાળું જીવન જીવતા ભિક્ષુકોને સરકારી આશ્રયસ્થાનો પર ખસેડી તેમને પગભર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ભિક્ષુકોના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે મનીષા વકીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

આ પણ વાંચો: વડોદરામાં વધ્યું પોલીસ ગ્રેડ-પે આંદોલન, ઠામડાં લઈને રસ્તા પર પોલીસ પરિવારજનો

ભિક્ષુકોને આવાસ ફાળવવા સુધીની મનીષા વકીલે બતાવી તૈયારી

સમાજ કલ્યાણ અને સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ ભિક્ષુકોને આવરી લઈ તેમનું જીવન બહેતર બનાવવાના પ્રયાસો કરવામાં આવશે. શહેરમાં ભિક્ષાવૃત્તિ કરતા લોકોને સમાજ સુરક્ષા તથા પોલીસ વિભાગ દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવશે અને રાઉન્ડઅપ કર્યા બાદ તેમને આશ્રય સ્થાનો પર ખસેડવામાં આવશે. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા નિયત કરાયેલા આ આશ્રય સ્થાનો ઉપર ભિક્ષુકોને રાખ્યા બાદ ત્યાં તેમને સ્વચ્છતા અને સ્વાસ્થ્યની કેળવણી આપવામાં આવશે. તે બાદ આવા ભિક્ષુકોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આવરી લઈ યુનિક ID નંબર આપી પગભર થવા યોજનાઓનો લાભ અપાશે. પગભર થયા બાદ ભિક્ષુકોને આવાસોમાં સ્થાયી કરાશે. તેમને આત્મ નિર્ભર અને સમાજ સ્થાપિત કરવા કૌશલ્યોની તાલીમ આપવામાં આવશે.

આ પણ વાંચો: કોરોનાકાળમાં હોસ્પિટલો દ્વારા દર્દીઓને લૂંટવામાં આવ્યાંનો આક્ષેપ પૂર્વ પ્રધાન યોગેશ પટેલે કર્યો

ભિક્ષુકોના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે સરકાર એક્શનમાં

હાલમાં વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં 70 વ્યક્તિની ક્ષમતાવાળું ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર છે. રાજ્યના મેટ્રો શહેરોમાં આવેલા આવા કેન્દ્રોના નવીનીકરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવા ભિક્ષુકો જો બહારથી આવતા હોય તો તેમને તેમના વતનમાં પરત મોકલાશે અને જો પગભર થયેલા ભિક્ષુકો ફરી ભિક્ષા વૃત્તિ કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. બેઠકમાં મેયર કેયુર રોકડીયા, સાંસદ રંજન ભટ્ટ, ધારાસભ્ય જીતુ સુખડીયા, મનપા કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર ડો. શમશેર સિંઘ, સમાજ કલ્યાણ અને સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details