ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના વાઘોડિયા રોડ પરના સનરાઇઝ કોમ્પલેક્ષમાં મોટાપાયે ચાલતું કુટણખાનું ઝડપાયું - A brothel in Vadodara

કોરોનાની બીજી લહેર કાબુમાં આવતા વેપાર ધંધા પુન ધબકતા થયા હતા પરંતુ તેની સાથે ગુનેગારોએ પણ પોતાના કાળાધંધા શરૂ કરી દીધા હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી શહેરમાં દારૂ પકડાય છે, ત્યારે ગુરુવારે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાંથી મોટા પાયા પર ચાલતું કુટણખાનું (brothel) પકડી પાડવામાં આવ્યું હતું. હાલ પીસીબી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Latest news of Vadodara
Latest news of Vadodara

By

Published : Oct 22, 2021, 8:24 AM IST

  • કોરોના કાળથી ઠપ થયેલા બે નંબરી ધંધા પુન શરૂ થયા
  • છેલ્લા કેટલાય દિવસથી મોટી સંખ્યામાં દારૂ ઝડપાઈ રહ્યો છે
  • વાઘોડિયા રોડ વિસ્તારમાંથી મોટા પાયા પર ચાલતું કુટણખાનું ઝડપાયું

વડોદરા: શહેરમાં કોરોના કાળથી ઠપ થયેલા બે નંબરી ધંધા પુન શરૂ થયા હોવાનું જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી શહેરમાં યેન કેન પ્રકારે દારૂ ઘૂસાડવાના બુટલેગરોના મનસુબા પર પોલીસ પાણી ફેરવી રહી છે. પોલીસે ગુરુવારે વાઘોડિયા રોડ પર ચાલતા રંગરેલીયાના સામ્રાજ્ય પકડી પાડ્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. હાલ પોલીસે ઘટના સ્થળે છાપો મારીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: જામનગરના યોગેશ્વરધામ સોસાયટીમાંથી કુટણખાનું ઝડપાયું

ઘટના સ્થળેથી 7 યુવતિઓ અને ત્રણ ગ્રાહક ઝડપાયા

આ સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, શહેરના વાઘોડિયા વિસ્તારમાં સનરાઇઝ કોમ્પલેક્ષ આવેલું છે. સનરાઇઝ કોમ્પલેક્ષમાં એક મહિલા કુટણખાનું (brothel) ચલાવતી હોવાની બાતમી PCB ને મળી હતી પોલીસે બાતનીના આધારે જગ્યા પર છાપો મારતા ચોંકી ઉઠી હતી. ઘટના સ્થળ પરથી 7 યુવતિઓ અને ત્રણ ગ્રાહક મળી આવ્યા હતા. પોલીસે હાલ તબક્કે તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: હોટેલની આડમાં દેહવ્યાપારનો ધંધો કરતા લોકોની ધરપકડ

કુટણખાનામાં જવા માટે ગ્રાહકોનું સિલેક્શન ઓનલાઇન થતું હતું

પ્રાથમિક વિગતો પ્રમાણે, કુટણખાના (brothel) માં જવા માટે ગ્રાહકોનું સિલેક્શન ઓનલાઇન કરાવવામાં આવતું હતું. PCB એ યુવતિઓ ક્યાંથી લાવવામાં આવી છે, ક્યારથી કુટણખાનું ચાલતું હતું, કુટણખાનામાં ગ્રાહકોને કેવી રીતે ઓનલાઇન આકર્ષવામાં આવતા હતા. સહિતના મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. હાલ તમામને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.

  • આ સિવાય જામનગરની યોગેશ્ર્વરધામ સોસાયટીમાં એક મકાનમાં મહિલા દ્વારા ચલાવતા કુટણખાના (Brothel in jamnagar) પર પોલીસે રેડ કરીને બે મહિલા સહિત ચારની અટકાયત કરી હતી. આ સ્થળે જામનગર અને મહારાષ્ટ્રની બે રૂપ લલના પાસે દેહવિક્રેય કરાવાતો હતો.
  • નવસારી શહેરના વિરાવળ વિસ્તારમાં આવેલા રોયલ આર્કેડમાં ફ્લેટ ભાડે રાખી ચાલતા કુટણખાના પર નવસારી SOG પોલીસે બાતમીને આધારે રેડ કરતા ઘટના સ્થળેથી દલાલ અને એક ગ્રાહક મળી 2 શખ્સોની ધરપકડ કરી હતી. બાદમાં વોન્ટેડ જાહેર કરાયેલા સુરતના દલાલને પણ ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details