વડોદરાઃ વડોદરા સાવલી પાસેના લસુન્દ્રા ગામની સીમમાં આવેલી ખાનગી કંપનીના 30 વર્ષીય કામદારે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
સાવલી તાલુકાના લસુન્દ્રા ગામની સીમમાં આવેલા પ્લાયવુડ બનાવતી ખાનગી કંપનીના પરપ્રાંતિય કામદારે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. હાલમાં લોકડાઉનની સ્થિતિમાં અનેક કંપનીઓ બંધ હાલતમાં છે એવામાં પ્લાયવુડ બનાવતી કંપનીમાં જ વસવાટ કરતા મૂળ બંગાળના 28 વર્ષીય કેરોબીન મુંડા નામના કામદારે તેના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
વડોદરામાં ખાનગી કંપનીના કામદારે કરી આત્મહત્યા - વડોદરા
વડોદરા સાવલી પાસેના લસુન્દ્રા ગામની સીમમાં આવેલી ખાનગી કંપનીના 30 વર્ષીય કામદારે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
vadodara
કંપનીના માલિક અને પોલીસને લસુન્દ્રા સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને આ ઘટના અંગે જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી પોલીસે મૃતદેહને પીએમ અર્થે ટૂંડાવ સરકારી હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.