ગુજરાત

gujarat

ETV Bharat / city

તૌકતે વાવાઝોડાની અસરથી વડોદરામાં મકાન ધરાશાયી - impact of tauktae cyclone

તૌકતે વાવાઝોડાની અસરથી વડોદરાના મદનઝાંપા રોડ પરનું એક બંધ મકાન ધરાશાયી થઈ ગયું હતું. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ તેમજ G.E.Bના સ્ટાફે સ્થળ પર પહોંચીને કાટમાળ હટાવ્યો હતો.

તૌકતે વાવાઝોડાની અસરથી વડોદરામાં મકાન ધરાશાયી
તૌકતે વાવાઝોડાની અસરથી વડોદરામાં મકાન ધરાશાયી

By

Published : May 19, 2021, 6:05 AM IST

  • તૌકતે વાવાઝોડાની અસર વડોદરામાં જોવા મળી
  • પથ્થર ગેટ મદનઝાંપા રોડ પર બંધ મકાન ધરાશાયી
  • મકાન ખાલી હોવાથી કોઈ જાનહાનિ નહીં

વડોદરા: તૌકતે વાવાઝોડાના કારણે ફૂંકાયેલા ભારે પવનને પગલે વડોદરામાં અનેક વૃક્ષો તેમજ જર્જરિત મકાનો ધરાશાયી થયા છે. પથ્થર ગેટ વિસ્તારના મદનઝાંપા રોડ પર એક બંધ મકાન ધરાશાયી થયું હતું.

ફાયરબ્રિગેડ અને G.E.Bના સ્ટાફે કામગીરી કરી

મકાન ધરાશાયી થતા જોરદાર અવાજ આવ્યો હતો. જેના કારણે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને બનાવની જાણ ફાયરબ્રિગેડને કરતા ફાયરબ્રિગેડ અને G.E.Bની ટીમે સ્થળ પર પહોંચીને કાટમાળ હટાવ્યો હતો. મકાન જર્જરિત હતું અને તેમાં ઘણા સમયથી કોઈ રહેતું ન હોવાથી કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી.

ABOUT THE AUTHOR

...view details