ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું ગૃપ કોરોનાના દર્દીઓને પહોંચાડી રહ્યું છે ભોજન - જલારામ બાપાની આરતી

કોરોનાના કારણે સર્જાયેલી વિપરીત પરિસ્થિતિમાં અનેક સેવાભાવી સંસ્થાઓ કોરોનાના દર્દીઓની સેવા કરવા આગળ આવી રહી છે. તેવામાં વડોદરામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું એક ગૃપ કોરોનાના દર્દીઓને ભોજન પહોંચાડી દર્દીઓની સેવામાં લાગ્યું છે.

વડોદરામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું ગૃપ કોરોનાના દર્દીઓને પહોંચાડી રહ્યું છે ભોજન
વડોદરામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું ગૃપ કોરોનાના દર્દીઓને પહોંચાડી રહ્યું છે ભોજન

By

Published : Apr 28, 2021, 9:53 AM IST

  • ગૃપના 34 સભ્યો કોરોનાના દર્દીઓની સેવામાં જોડાયા
  • જલારામ બાપાની આરતી બાદ ભોજન વિતરણ કરાય છે
  • સયાજી, ગોત્રી, સમરસ હોસ્ટિલની કોવિડ હોસ્પિટલમાં પહોંચાડે છે ભોજન

વડોદરાઃ વડોદરામાં વિવિધ CA ગૃપ કોરોનાના દર્દીઓની સેવા કરવા આગળ આવ્યા છે. આ ગૃપ કોરોનાના દર્દીઓ અને તેમના પરિવારજનોને ભોજન પહોંચાડી રહ્યું છે. CA કે જેઓ મોટી મોટી કંપનાઓના, બેન્કના, પેઢીઓના હિસાબ સંભાળતા હોય છે, પરંતુ વર્તમાન સ્થિતિને જોતા CA પણ કોરોનાના દર્દીઓની સેવા કરવાની શરૂ કર્યું છે.

સયાજી, ગોત્રી, સમરસ હોસ્ટિલની કોવિડ હોસ્પિટલમાં પહોંચાડે છે ભોજન

આ પણ વાંચોઃઅમરેલી જિલ્લા કોંગ્રેસ અને પરિવર્તન ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે પ્રાણવાયુ સેવા યજ્ઞનો પરેશ ધાનાણીએ કરાવ્યો પ્રારંભ


દરરોજ 350 લોકોને પહોંચી રહ્યું છે ભોજન

CAનું આ ગૃપ શહેરની સયાજી, ગોત્રી અને સમરસ હોસ્ટેલ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સગાંઓને રાત્રિ ભોજન પહોંચાડી સેવા યજ્ઞ કરી રહ્યા છે. 34 જેટલા સભ્યો આર્થિક સહયોગ પૂરો પાડી રહ્યા છે. જોતજોતામાં આ સેવામાં 100 સભ્યો જોડાઈ ગયા છે. દરરોજ 350થી વધુ લોકોને ભોજન પહોંચાડી રહ્યા છે. જલારામ બાપાની આરતી કર્યા પછી પ્રસાદીરૂપે આ ભોજન સામગ્રી તૈયાર કરવામાં આવે છે.

જલારામ બાપાની આરતી બાદ ભોજન વિતરણ કરાય છે

આ પણ વાંચોઃEXCLUSIVE: દર્દીઓ ઓક્સિજનના બાટલા પરત નહિ કરે તો પોલીસની મદદ લેવી પડશે: બોલબાલા ટ્રસ્ટ

દરરોજ 1,000 લોકોને ભોજન પહોંચાડવાનું લક્ષ્ય
આ ગૃપના સભ્ય મનીષભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં રમઝાનનો મહિનો ચાલી રહ્યો હોવાથી મુસ્લિમ સમાજના કોરોનાના દર્દીઓને કેળા અને સફરજન પહોંચાડવામાં આવી રહ્યા છે. દરરોજ 1,000 લોકોને રાત્રિ ભોજન આપવાનો આ યજ્ઞ આજે 350 વ્યક્તિ સુધી પહોંચ્યો છે. જરૂર પડશે તો 500 લોકોને રાત્રિ ભોજન પૂરું પાડવામાં આવશે.

ગૃપના 34 સભ્યો કોરોનાના દર્દીઓની સેવામાં જોડાયા

ABOUT THE AUTHOR

...view details