ગુજરાત

gujarat

ETV Bharat / city

વિશ્વશાંતિ માટે પગપાળા નીકળેલા પતિ-પત્ની આવી પહોંચ્યા પાવાગઢ - Pavagadh

રાજસ્થાનના જયપુરથી પદયાત્રા કરી ભારત ભ્રમણ અર્થે નીકળેલા દંપતી 810 દિવસ પાવાગઢ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓનો ભારત ભ્રમણનો ઉદ્દેશ વિશ્વ શાંતિ તેમજ લોક કલ્યાણ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

વિશ્વશાંતિ માટે  પગપાળા  નીકળેલા પતિ-પત્ની આવી પહોંચ્યા પાવાગઢ
વિશ્વશાંતિ માટે પગપાળા નીકળેલા પતિ-પત્ની આવી પહોંચ્યા પાવાગઢ

By

Published : Jun 24, 2021, 7:13 PM IST

Updated : Jun 24, 2021, 7:39 PM IST

વિશ્વશાંતી માટે રાજસ્થાનના દંપતિની પદયાત્રા

1000 દિવસનો પ્રવાસ કરી રાજસ્થાન પરત ફરશે

પગરખાંનો ત્યાગ કરી પદયાત્રા માટે નીકળ્યા હતા

રાજસ્થાન: જયપુરથી પદયાત્રા કરી ભારત ભ્રમણ અર્થે નીકળેલા દંપતી 810 દિવસ માટે પાવાગઢ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓનો ભારત ભ્રમણનો ઉદ્દેશ વિશ્વ શાંતિ તેમજ લોક કલ્યાણ હોવાનું જણાવ્યું હતું.

27 મહિના દરમિયાન નેપાળ સહિત ભારતના અનેક રાજ્યમાં પદયાત્રા કરી પાવાગઢ પહોંચ્યા

રાજસ્થાનના જયપુર શહેરના 35 વર્ષીય ભવાનીસિંગ રાજપૂત તેમજ તેઓના 32 વર્ષીય પત્ની સુમનકુંવર જયપુરથી 2019ના માર્ચ મહિનાની 13મી તારીખે પગરખાનો ત્યાગ કરી ખુલ્લા પગે વિશ્વશાંતિ અર્થે ભારત ભ્રમણ અર્થે નીકળ્યા હતા, જેઓ ૨૭ મહિના દરમિયાન નેપાળ સહિત ભારતના અનેક રાજયોમાં પદયાત્રા કરી પાવાગઢ ખાતે પહોંચ્યા હતા.

લોકડાઉનના સમયમાં નેપાળ પહોંચ્યા હતા

તેમના જણાવ્યા અનુસાર, ભારત ભ્રમણ દરમિયાન દરેક રાજ્યોમાં લોકોનો સારો સાથ સહકાર મળ્યો હતો. જો કે, આંધ્રપ્રદેશ તેમજ તામિલનાડુમાં ભાષાને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે લોકડાઉનના સમયે તેઓ નેપાળ પહોંચ્યા હતા. જ્યાં એક મહિના ઉપરાંતના સમય સુધી રોકાણ કર્યું હતું.

પાવાગઢ બાદ ડાકોર અને સોમનાથથી રાજસ્થાન જશે

ભારતમાં નગરોની બહારથી જવાનું હોવાથી બહુ મુશ્કેલી ન પડી હોવાનું તેમને જણાવ્યું હતું. જ્યારે પાવાગઢ માતાજીના દર્શન કરી હવે આગળનો પ્રવાસ ડાકોર, સોમનાથ થઈ રાજસ્થાન પહોંચતા 1000 દિવસ પુરા થશે તેમ તેમણે જણાવ્યું હતુ.

Last Updated : Jun 24, 2021, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details