- કોંગ્રેસ પ્રવક્તાએ બાગ બગીચાઓ ખુલ્લા રાખવા કરી માંગ
- પાલિકાના મ્યુ.કમિશ્નરને બાગ બગીચા ખુલ્લા રાખવા રજૂઆત
- મોર્નિંગ વોકર્સના આરોગ્ય માટે બાગ બગીચાઓ અત્યંત જરૂરી: પ્રવક્તા
વડોદરા:સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેર અને જીલ્લામાં કોરોના કેસોમાં વધારો થતાં તમામ બાગ-બગીચાઓ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે, કોંગ્રેસ પ્રવક્તા શૈલેશ અમીને કોરોના કાળ દરમિયાન બાગ બગીચાઓ સવારે 5થી 10 વાગ્યા દરમિયાન ખુલ્લા રાખવાની માંગ સાથે મ્યુ.કમિશ્નરને પત્ર લખી રજૂઆત કરી છે.
આ પણ વાંચો:કોરોના વધતા સંક્રમણને લઇને તંત્ર એક્શનમાં
બાગ બગીચાઓમાં સુવિધા આપવી જોઈએ
વડોદરામાં છેલ્લા 15 દિવસમાં કોરોનાએ ફરી માથું ઊંચકતા તંત્ર દોડતું થયું છે. કોરોનાના કેસોમાં સતત થઈ રહેલા વધારાને પગલે તંત્ર દ્વારા મહામારીને કાબુમાં લેવા માટે સતત પગલાં ભરવામાં આવી રહ્યા છે. ગુરુવારથી તમામ બાગ બગીચાઓ બંધ કરવા નગરપાલિકા દ્વારા નિર્ણય લેવાયો હતો. ત્યારે, કોંગ્રેસ પ્રવક્તા અને એડવોકેટ શૈલેશ અમીને જણાવ્યું હતું કે, જો સરકાર અભ્યાસુ હોય તો પ્રજાને કોરોનાને ડામવા કસરત અને મોર્નિંગ વોક કરવાની સલાહ સાથે બાગ બગીચાઓમાં સુવિધા આપવી જોઈએ.
વડોદરામાં બાગ બગીચાઓ ખુલ્લા રાખવા માંગ આ પણ વાંચો:વડોદરા: ભાજપના 4 નવનિયુક્ત કોર્પોરેટરો સહિત મહિલા શિક્ષિકાઓ કોરાનાની ચપેટમાં
બાગ બગીચાઓને તાળાબંધી કરવી એ તઘલખી નિર્ણય
શૈલેશ અમીને જણાવ્યું હતું કે, કોરોનાનો વ્યાપ વધવા માંડ્યો છે. ત્યારે, તંત્ર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. બાગ બગીચાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. પણ જ્યારે, બંધ્યાર મકાનોમાં ચાલતા થિયેટર, મોલ, શોપિંગ કોમ્પ્લેક્સો, એસટી ડેપો, રેલ્વે પ્લેટફોર્મ સાથે સાથે ખૂબ ભીડ એકત્રિત કરતા કડકબજાર, મંગળ બજાર, મંદિરો-મસ્જિદો કે જેમાં જનસમુદાય એકત્રિત થાય છે તેવી જગ્યાઓ ઉપર કોઈ પ્રકારના પ્રતિબંધ કે સોશિયલ ડિસ્ટન્ટ ફરજીયાત, માસ્ક જેવા નિયંત્રણ પણ મુક્યા નથી અને શહેરીજનોના સારા સ્વાસ્થ્ય માટે તેમજ કોરોના સંક્રમણથી બચવા માટે કસરત કરવા કે મોર્નિંગ વોક કરવા માટે વપરાતા બાગ બગીચાઓને તાળાબંધી કરવી તે તઘલખી નિર્ણય છે.
વડોદરામાં કોંગ્રેસ પ્રવક્તાએ બાગ બગીચાઓ સવારે 5થી 10 દરમિયાન ખુલ્લા રાખવા કરી માંગ