ગુજરાત

gujarat

ETV Bharat / city

ભૂંડની ચોરી મામલે ઝઘડો થતા પિતા અને પુત્ર સહિત 3 સામે ફરિયાદ નોંધાઇ - Vadodara news

વડોદરામાં ભૂંડની ચોરી બાબતે ઝઘડો થયો હતો. ત્યારે તલવાર કાઢીને હુમલો કરવા માટે ત્રણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

ઝઘડો થતા પિતા અને પુત્ર મળી ત્રણ સામે ફરિયાદ નોંધાઇ
ઝઘડો થતા પિતા અને પુત્ર મળી ત્રણ સામે ફરિયાદ નોંધાઇ

By

Published : Mar 31, 2021, 12:38 PM IST

Updated : Mar 31, 2021, 1:52 PM IST

  • સોમા તળાવ બ્રિજ નીચે ભૂંડ ચોરવાની અદાવત રાખી ઝઘડો કર્યો
  • તલવાર વડે હુમલો કરતા પિતા અને બે પુત્રો મળી ત્રણ સામે ફરિયાદ નોંધી
  • જેસિંગસિંગ શેરસિંગ સરદાર બાવરી ભૂંડ પકડવાનો વ્યવસાય કરે

વડોદરા :સોમા તળાવ બ્રિજ નીચે ભૂંડ ચોરવાની અદાવત રાખી બોલેરો પીકપ વાન વડે બાઈકને ટક્કર મારી ઝઘડો કર્યો હતો. તલવાર વડે હુમલો કરતા પિતા અને બે પુત્રો મળી ત્રણ સામે ફરિયાદ નોંધાઇ છે. મળતી માહિતી મુજબ, દેતેશ્વરના ચિંતનનગર નજીક સંતોષ વાડીમાં રહેતા જેસિંગસિંગ શેરસિંગ સરદાર બાવરી ભૂંડ પકડવાનો વ્યવસાય કરે છે.

સોમા તળાવ બ્રિજ નજીક ચા પીવા માટે ગયા હતા

તા 29ના રાત્રે 8:30 કલાકે પિતરાઈ ભાઈ શનિસિંગ અને ફોઈના દીકરા સોનુસિંગ બલવીર સિંગ સરદાર સાથે બાઈક પર બેસીને સોમા તળાવ બ્રિજ નજીક ચા પીવા માટે ગયા હતા. તેઓ ચા પીને પરત ફરતા હતા ત્યારે મહેન્દ્ર પીકઅપ વાન લઈને જાબા સિંગનો જમાઈ આવતો હતો.

આ પણ વાંચો : ભાવનગરઃ નજીવી બાબતે ઝઘડો થતાં દુકાનદારે યુવાન પર કર્યો હુમલો, યુવાનનું મોત

જાબાસિંગના જમાઈએ પીકઅપ વાન પાછળથી બાઇકને ટક્કર મારી

જાબા સિંહ અને તેના બન્ને પુત્રો કાલીયા અને ધારાસિંગ પણ બેઠા હતા. જેસિંગના ભૂંડની ચોરી થતી હતી. તેની અદાવત રાખી જાબાસિંગના જમાઈએ પીકઅપ વાન પાછળથી બાઇકને ટક્કર મારતા જેસિંગ, સોનુસિંગ અને શનિસિંગ જમીન પર ફંગોળાઈને પડ્યા હતા. તેને કારણે ઝઘડો થતા જાબા સિંગે તલવાર વડે જેસિંગ પર હુમલો કર્યો હતો. તેને કારણે લોકો ભેગા થઇ જતા નાસભાગ મચી જવા પામી હતી. આ હુમલામાં જેસિંગના બન્ને ભાઈઓ પણ ઇજાગ્રસ્ત બન્યા હતા. આ બનાવના કારણે બોલેરો પીકઅપ વાન મૂકી જાબાસિંગનો જમાઈ નાસી ગયો હતો. પોલીસે જેસિંગની ફરિયાદ નોંધી ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : સેલવાસ: રાહદારી અન્ય યુવક સાથે અથડાતા થયો ઝઘડો, ઉશ્કેરાયેલા યુવકે કરી હત્યા

Last Updated : Mar 31, 2021, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details