- શહેરના માંજલપુરમાં મોપેડ અને જીપનો અકસ્માત
- અકસ્માતમાં 7 વર્ષના બાળકનું મોત થયું
- અકસ્માત સર્જનાર વાહન ચાલકની પોલીસ શોધખોળ હાથ ધરી
વડોદરા :શહેરના માંજલપુર સુબોધ નગરમાં પોતાની માસીના ઘરે રહેતો કવિશ રાજેશ પટેલ 6 વાગ્યા દરમિયાન ટ્યૂશન પૂરું કરી મોટાં ભાઈ-બહેન સાથે મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો. માંજલપુર સ્મશાન રોડ પર પસાર થતી વખતે પુરઝડપે આવેલી જીપના ચાલકે મોપેડને જોરદાર ટક્કર મારી હતી. મોપેડમાં પાછળ બેઠેલો કવિશ રોડ પર પટકાતાં તેના માથા પર ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત સર્જાતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બાળકને SSG હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.