ગુજરાત

gujarat

ETV Bharat / city

પાડોશીઓમાં બોલાચાલીને લઇને થયો ઝગડો, મામલો ફેરવાયો હત્યામાં - વડોદરા મર્ડર કેસ

વડોદરાના બાપોદ ગામમાં પાડોશી વચ્ચે ઝગડો થયો હતો. ઝગડો એટલી હદ સુધી કરવામાં આવ્યો કે જેમાં એક યુવકનું (fight between neighbors ) ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું હતું. ઘરે નહીં આવવાની નજીવી બાબતમાં ઝગડો થયો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.પોલીસ દ્રારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પાડોશીઓમાં બોલાચાલીને લઇને થયો ઝગડો, મામલો ફેરવાયો હત્યામાં
પાડોશીઓમાં બોલાચાલીને લઇને થયો ઝગડો, મામલો ફેરવાયો હત્યામાં

By

Published : Sep 24, 2022, 6:26 PM IST

વડોદરાશહેરના બાપોદ (Vadodara Waghodia Bapod village) ગામમાં પિતા સહિત બે પુત્રોએ મળીને પાડોશી યુવાનને તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યોનો બનાવ બન્યો છે. મૃતક અને આરોપીઓ વચ્ચે અગાઉ અનેક વખત બોલાચાલી (quarrel neighbors in vadodara) થઈ હોવાનું સામે આવ્યું છે.આ બનાવ મોડી રાત્રે બનેલો હતો.પિતા અને બે પુત્ર મળી પાડોશી યુવાન ઉપર તિક્ષ્ણ હથિયાર અને લાકડીઓથી હુમલો કરતા યુવકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેના કારણે આજૂબાજૂના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

ત્રણ સામે હત્યાનો ગુનોઃવડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ બાપોદ ગામ ખાતે અગાઉના ઝઘડાની અદાવતમાં અને નજીવી બાબતમાં પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પિતા અને બે પુત્ર મળી પાડોશી યુવાન ઉપર તિક્ષ્ણ હથિયાર અને લાકડીઓથી હુમલો યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.જે પછી પોલીસ દ્રારા હત્યાનો ગુનો દાખલ કરીને પિતા સહિત બે પુત્રોની ધરપકડ કરી હતી.

ભાઈને જોતા ચોકી ઉઠ્યામૃતકનો ભાઇ પ્રવિણ ભરવાડ કોઈ કામ અર્થે આણંદ ગયા હતા અને તેમના પાછળથી આ બનાવ બન્યો હતો.જે બાદ તેમને જાણ થતાની સાથે તેઓ ધરે તુંરત ફર્યા હતા. ઘરે આવીને જોતા ભાઇ જગદીશ ભરવાડને લોહી લુહાન હાલતમાં જોતાજ સ્તબ્ધ થઈ ગયા હતા.આ ઘટનાની અસર પુરા વિસ્તારમાં જોવા મળી હતી.

પુરા વિસ્તારમાં સન્નાટોઆ ધટનાની ફરિયાદ મળતાની સાથે પોલીસ ધટના(Vadodara Murder Case) સ્થળે આવીને લાશનો કબજો લઇ પોષ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવ બનતાની સાથે સમગ્ર વિસ્તારમાં સન્નાટો થઇ ગયો હતો.

શુ હતી સમગ્ર ધટના મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે અમો બાપોદ(Fight between neighbors in Bapod village) ગામમાં ભરવાડ વાસમાં રહીએ છીએ. પાડોશી લાલા ખોડાભાઈ ભરવાડ સાથે મારા મોટાભાઈ જગદીશ વચ્ચે અગાઉ અમારા ઘરે નહીં આવવા બાબતે ઝઘડો થયો હતો. આ બાદ આ બાબતે અવારનવાર બોલાચાલી થતી હતી. દરમિયાન ગઈકાલે રાત્રે મારી બહેને ફોન કરી જણાવ્યું હતું કે જગદીશનો પાડોશી ખોડાભાઈ તથા તેના દીકરા લાલા ખોડાભાઈ ભરવાડ અને દિનેશ ખોડાભાઈ ભરવાડ સાથે ઝઘડો થયો હતો. જેમાં જગદીશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.પોલીસે આ બનાવની તપાસ કરતાની સાથે પિતા અને બન્ને પુત્રોની સામે હત્યાનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details