વડોદરાઃ હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુણાતીત સ્વામીના અચાનક થયેલા મૃત્યુ (Sokhda Haridham Swami Death) અંગે મોટો ખુલાસો થયો છે. ગુણાતીત સ્વામીના પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે, તેમનું મૃત્યુ ગળેફાંસો ખાવાથી થયું છે. એટલે કે ગુણાતીત સ્વામીનું મૃત્યુ કુદરતી રીતે થયું નથી. હવે સૌથી મોટો પ્રશ્નએ ઉભો થયો છે કે, ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી છે કે કોઈએ તેમની હત્યા કરી ? પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Sokhda Haridham Swami pm report)ને આધારે તાપસ શરૂ કરી છે.
Sokhda Haridham Swami Death: સોખડા હરિધામના સ્વામી ગુણાતીતના મૃત્યુ મામલે પીએમ રિપોર્ટમાં મોટો ખુલાસો - Sokhda Haridham Swami Death
હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુણાતીત સ્વામીના અચાનક થયેલા મૃત્યુ (Sokhda Haridham Swami Death) અંગે મોટો ખુલાસો થયો છે. ગુણાતીત સ્વામીના પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે, તેમનું મૃત્યુ ગળેફાંસો ખાવાથી થયું છે.
પોલીસના પંચનામામાં પણ ગળે નિશાનનો ઉલ્લેખઃસોખડા મંદિર ખાતે ગુણાતીત સ્વામીના મૃત્યુના મામલે પોલીસે કરેલા પંચનામામાં સ્વામીના ગળાના ભાગે ત્રણ નિશાન દેખાયા હતા. તે નિશાન શેના હોઈ શકે તે સવાલ પોલીસે ડોક્ટરને કર્યો હતો. કોઝ ઓફ ડેથ શું હોઈ શકે તે પણ ડોક્ટરો જણાવશે. પંચનામા (sokhda swami death issue pm report ) સાથે બોડીનું જે વર્ણન કર્યું તે ધ્યાને લેવા ડોક્ટરોને પોલીસને જણાવવા કહેવામાં આવ્યું હતું. તેમના ડોકના ભાગે નિશાન કેવી રીતે આવ્યા તે સ્પષ્ટતા કરવા ઉલ્લેખ કરાયો હતો. ગળાના ભાગેના નિશાન શું અંતિમ સંસ્કાર પહેલા બાંધવામાં આવેલી બોડીના તો નિશાન નથી. આ સવાલ ઊભો થયો હતો. ગુણાતીત સ્વામીનું શંકાસ્પદ મૃત્યુ અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.
Reaction of Ayesha Father : આઇશાના પિતાએ જમાઇને થયેલી સજા વિશે શું આપી પ્રતિક્રિયા જાણો