વડોદરાઃ જિલ્લાની મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા 19 વર્ષીય કાચા કામના કેદીએ જેલમાં જ ગળે ફાંસો ખાઈ મોંત ને વ્હાલુ કર્યું. આ અંગે માહિતી આપતા એસીપી મેઘા તેવરે જણાવ્યું હતું કે, શુક્રવારે 4 વાગ્યાની આસપાસ સંજય વસાવા કાચા કામના આરોપીએ જેલમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.
વડોદરાની મધ્યસ્થ જેલમાં 19 વર્ષીય કાચા કામના કેદીએ આત્મહત્યા કરી - ACP Megha Tewar
વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા 19 વર્ષીય કાચા કામના કેદીએ જેલમાં જ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યું. આ અંગે માહિતી આપતા એસીપી મેઘા તેવરે જણાવ્યું હતું કે, શુક્રવારે 4 વાગ્યાની આસપાસ સંજય વસાવા કાચા કામના આરોપીએ જેલમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. હાલ રાવપુરા પોલીસે આગળની તપાસ હાથધરી હતી.
વધુમાં જણાવ્યું કે તે આરોપી જાન્યુઆરી મહિનામાં પહેલા કે બીજા વીકમાં ડભોઇ ખાતે એના વિરુદ્ધ કલમ 363, 66 તથા પોકસો હેઠળ ગુનો નોંધાયેલો છે અને આ આરોપી ગત બપોરે જ જેલમાંથી એસેસજીમાં દવા કરાવીને આવ્યો હતો અને ત્યારબાદ તેને ક્વોરેન્ટાઇન વોર્ડમાં સરદાર બેરેક યાર્ડમાં રખાયો હતો, જ્યાં તેણે તેના ટોવેલથી ગળેફાંસો ખાધો છે. તેમજ કહ્યું કે તેનું પી.એમ.કરાવીને તેના સગા વ્હાલાઓને તેનો મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ છે તેમજ પોલીસે આગળની તપાસ હાથધરી છે. વધુમાં તેવરે કહ્યું હતું કે, આ આરોપી વિરૂદ્ધ 363,66 અને પોકસોના સગીર બાળાના અપહરણનો મામલો છે. તેમજ તેમણે કહ્યું કે તેના પિતા સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે, તે સુરતમાં હીરાના કારખાનામાં મજૂરી કરતો હતો ત્યારબાદ તે અહીંયા ડભોઈની હદમાં બોરબાર ગામ છે ત્યાં આવ્યો હતો અને પોકસો હેઠળ જે સગીર બાળા સાથે તેના સબંધ હતા, તેના કારણે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જો કે કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.