- અંકોડિયા ગામની પ્રાથમિક શાળામાં શરૂ કરાયું આઈસોલેશન સેન્ટર
- લોકજાગૃતિ વધારવાના ઉપાયોથી ગામને કોરોનામુક્ત બનાવવાના પ્રયાસ શરૂ
- એક દાતાએ ગામના સરકારી દવાખાનાને 7 લાખ રૂપિયાની એમ્બ્યુલન્સ ભેટમાં આપી
વડોદરાઃ રાજ્ય સરકારે ગામડાઓને કોરોનામુક્ત કરવા 'મારું ગામ કોરોનામુક્ત ગામ' અભિયાન શરૂ કર્યું છે. ત્યારે વડોદરાથી 5 કિલોમીટર દૂર આવેલા અંકોડિયા ગામે આ અભિયાનને સાચા અર્થમાં સાબિત કર્યું છે. આ ઉપરાંત અહીં 10 બેડનું આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
ગામમાં 28 CCTV કેમેરાથી નજર રાખવામાં આવે છે આ પણ વાંચોઃઅમદાવાદના શાહીબાગમાં 50 બેડના કોવિડ કેર સેન્ટરનો કરાયો પ્રારંભ
4,600ની વસતી ધરાવતા ગામમાં ગ્રામજનો સ્વયંશિસ્તનું પાલન કરે છે
રાજ્યપાલ અને મુખ્યપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાનને અનેક ગામડાના લોકોએ વધાવી લીધું છે. વડોદરાની નજીક અંદાજે 4,600ની વસતી ધરાવતા અંકોડિયા ગામમાં કોરોનાની પહેલી અને બીજી લહેરમાં પણ ગ્રામજનોની સ્વયંશિસ્ત અને ચુસ્ત અનુશાસન પાલનના કારણે ગામમાં કોરોના સંક્રમણને અટકાવી શકાયું છે. હાલ ગામમાં પાંચેક જેટલા કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ છે, જેઓ હોમ આઈસોલેશનમાં સારવાર મેળવી રહ્યા છે.
લોકજાગૃતિ વધારવાના ઉપાયોથી ગામને કોરોનામુક્ત બનાવવાના પ્રયાસ શરૂ આ પણ વાંચોઃખેડાના ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા
ગામમાં 28 CCTV કેમેરાથી નજર રાખવામાં આવે છે
એક દાતાએ ગામના સરકારી દવાખાનાને 7 લાખ રૂપિયાની એમ્બ્યુલન્સ ભેટમાં આપી અંકોડિયા ગામના સરપંચ ઉલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના અભિયાન હેઠળ ગામની પ્રાથમિક શાળામાં 10 પથારીનું આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જે દર્દીઓને ઘરે આઈસોલેશનની સુવિધા નથી તેવા દર્દીઓને અહીં વિનામૂલ્યે સારવાર અપાશે. આ સાથે જ અમે ગામમાં કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે માટે 28 CCTV કેમેરાથી નજર રાખીએ છીએ. આ ઉપરાંત ગામના અગ્રણી ઘનશ્યામ પટેલે કોયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને દર્દીઓની સુવિધા માટે એક એમ્બ્યુલન્સ ભેટમાં આપી છે.
અંકોડિયા ગામમાં 10 બેડનું આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું