વડોદરા: દાહોદની નવ વર્ષની મુસ્કાન ફાતેમાં રહીમભાઈ ક્યાલા ઇન્દોરની મુલાકાતે ગઈ હતી અને ત્યાંથી તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ 9 વર્ષની નાનકડી બાળ પરીને આજે જી.એમ.ઈ.આર.એસ, ગોત્રીની કો હોસ્પિટલની સમર્પિત તબીબી અને પેરામેડીક ટીમે નિષ્ઠાસભર સારવાર વડે રોગમુક્તિની ભેટ આપી એના કુટુંબીજનોને સોંપી હતી.
વડોદરામાં દાહોદની 8 વર્ષની મુસ્કાન કોરોના મુક્ત, ઇન્દોરમાં લાગ્યો હતો ચેપ - વડોદરા ન્યૂઝ
વડોદરામાં ઈન્દોરની મુલાકાતથી કોરોનાગ્રસ્ત બનેલી દાહોદની મુસ્કાનને વડોદરાની સારવારે સાજી કરતા કોરોનાથી વિલાઈ ગયેલી મુસ્કાનની મુસ્કાન ફરી ખીલી ઉઠી હતી.
![વડોદરામાં દાહોદની 8 વર્ષની મુસ્કાન કોરોના મુક્ત, ઇન્દોરમાં લાગ્યો હતો ચેપ વડોદરા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6915989-858-6915989-1587665989434.jpg)
વડોદરા
વડોદરામાં 9 વર્ષની બાળકી થઇ કોરોના મુક્ત, ઇન્દેરમાં લાગ્યો હતો ચેપ
જાણે કે કોરોનાને લીધે વિલાઈ ગયેલી મુસ્કાનની મુસ્કાનને આ તબીબોએ સંપૂર્ણ સાજી કરીને ફરીથી ખીલવી હતી. આ અગાઉ આજ સમર્પિત તબીબોએ ગુજરાતની સહુથી નાની કોરોના દર્દી બોડેલીની 2 વર્ષની આયેશાને પણ રોગમુક્ત કરી હતી.
ગોત્રી હોસ્પિટલ ખાતે બાળરોગોના તજજ્ઞ મદદનીશ પ્રાધ્યાપક ડો.પુતુન પટેલ, ડો. મફદ્દલના માર્ગદર્શન હેઠળ ડો. ગૌતમ શાહ અને ડો.મહેશ કુમાવત તથા પેરામેડિક સ્ટાફે આ બાળકીને નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે 12થી 13 દિવસ સારવાર આપી હતી.
વડોદરામાં 9 વર્ષની બાળકી થઇ કોરોના મુક્ત, ઇન્દેરમાં લાગ્યો હતો ચેપ