- આ લોકોને કોરોના વેક્સિન ન લેવાનો ખોટો પ્રચાર કરવાનું ભારે પડ્યું
- તમામ લોકો દ્વારા વેક્સીન નહિ લેવા માટે ભ્રામક પ્રચાર કરતા જોવા મળ્યા
- 8 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
વડોદરા : સમગ્ર દુનિયામાં હાલ ઉપલબ્ધ વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિન ( Corona vaccine ) પર ભરોષો મૂકવામાં આવ્યો છે. હાલ કોરોના સંક્રમણ સામે લડવા માટે વેક્સિન જ એકમાત્ર હથિયાર છે, ત્યારે વડોદરામાં 8 લોકો દ્વારા કોરોના વેક્સિન ન લેવા માટે પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જે કારણે પોલીસે સમગ્ર મામલે બે મહિલાઓ સહિત 8 લોકોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કોરોના વેક્સિન ન લેવા અંગે પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની ઘટનાઓ સામે આવી
કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં આરોગ્ય કટોકટી જેવી પરિસ્થિતીનું નિર્માણ થયું હતું. સરકાર અને તબિબોની અથાગ મહેનતના કારણે આજે આપણે કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી છે. ત્યારે હવે સરકાર દ્વારા વધુમાં વધુ લોકો સુધી કોરોના વેક્સિન પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં હાલ સમગ્ર દેશની રાજ્ય સરકાર દ્વારા કોરોના વેક્સિનેશન અભિયાન ( Corona vaccination campaign ) શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે કેટલાક લોકો દ્વારા કોરોના વેક્સિન ન લેવા અંગે પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની ઘટનાઓ સામે આવી હતી.