ગુજરાત

gujarat

ETV Bharat / city

MS યુનિ.માં VP સહિત વિદ્યાર્થીનીઓ પર એસિડ એટેકની ધમકી મામલે 8ની ધરપકડ - Police

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી અને વિવાદ એક બીજાના પર્યાય છે. અવાર-નવાર એમ.એસ.યુનિવર્સિટી કોઈના કોઈ મુદ્દાઓને લઈને ચર્ચામાં રહે છે. યુનિવર્સિટીમાં અવાર-નવાર થતી રેંગીગની ઘટનાઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે થતી મારામારી અનેકોવાર પ્રકાશમાં આવી છે, ત્યારે એમ.એસ.યુનિવર્સિટીના વીપી અને વિદ્યાર્થીનીઓ પર એસિડ એટેક કરવાની ધમકી મામલે સયાજીગંજ પોલીસે NSUIના પૂર્વ પ્રમુખ સહિત 8ની ધરપકડ કરી.

સ્પોટ ફોટો

By

Published : Apr 27, 2019, 4:33 PM IST

Updated : Apr 27, 2019, 6:30 PM IST

એમ.એસ.યુનિવર્સિટીના હોસ્ટેલમાં હોળીના કાર્યક્રમ અંગે થયેલી મારામારીના કેસમાં રેગિંગની ખોટી ફરિયાદ કરવા અંગે એન્ટિ રેગિંગ મામલે વિદ્યાર્થી નેતાને સસ્પેન્ડ કરવાની માંગ સાથે યુનિવર્સિટી જીએસ, વીપી, આર્ટસ પેકલ્ટી જીએસ સહિતના વિદ્યાર્થી આગેવાનો દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ગયા હતા.

આ દરમિયાનમાં થયેલી બોલાચાલીમાં NSUIના પૂર્વ પ્રમુખ ઝુબેર પઠાણ, તેમજ તેના સાથે શખ્સો દ્વારા એસિડ એટેકની ધમકી આપી હોવાનો સ્ફોટક આક્ષેપ યુનિવર્સિટીની વીપી સલોની મિશ્રા તેમજ અન્ય બે વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. વીપીએ કહ્યું કે, ઝુબેર પઠાણના ગૃપના સભ્યો સામે પહેલા પણ આ પ્રકારની ફરિયાદો થયેલી છે. તે ઉપરાંત ઝુબેર પઠાણ અને ફઝલ પઠાણ પાસે યુનિવર્સિટીના આઈ કાર્ડ પણ નથી. તેઓ અવારનવાર યુનિવર્સિટીમાં દાખલ થાય છે. જેવી ફરિયાદો સલોની મિશ્રા દ્વારા કરવામાં આવી હતી. આ અંગે પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલમાં યુનિવર્સીટી વીપી સલોની મિશ્રાની ફરિયાદ બાદ શનિવારના રોજ સયાજીગંજ પોલીસે 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ ધપરકડ કરેલ શખ્સો વિરૂદ્ધ રાયોટીંગ અને જાનથી મારી નાખવાની ધમકી આધારે હાલ તપાસ હાથ ધરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Last Updated : Apr 27, 2019, 6:30 PM IST

ABOUT THE AUTHOR

...view details