ગુજરાત

gujarat

ETV Bharat / city

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નાણાવટીની ચાલમાં 96 પૈકી 71 લોકોને જમીન સંપાદનનું 70 ટકા વળતર ચૂકવી દેવાયું - compensation for land acquisition

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં હાલ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. વડોદરામાં નાણાવટીની ચાલમાંથી પસાર થનારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 96 પૈકી 71 લોકોને જમીન સંપાદનનું 70 ટકા વળતર ચૂકવી દેવામાં આવ્યું હોવાની માહિતી નાયબ કલેક્ટર દેવેન્દ્ર બામણિયાએ આપી છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નાણાવટીની ચાલમાં 96 પૈકી 71 લોકોને જમીન સંપાદનનું 70 ટકા વળતર ચૂકવી દેવાયું
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નાણાવટીની ચાલમાં 96 પૈકી 71 લોકોને જમીન સંપાદનનું 70 ટકા વળતર ચૂકવી દેવાયું

By

Published : Jul 16, 2021, 7:37 PM IST

  • અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનનો મામલો
  • નાણાવટીની ચાલમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ પહોંચ્યા
  • 71 લોકોને જમીન સંપાદનનું 70 ટકા વળતર ચૂકવી દેવામાં આવ્યું

વડોદરા : બુલેટ ટ્રેનને લઈને રેલવે સ્ટેશન પાસે આવેલી નાણાવટીની ચાલના રહીશો દ્વારા ભારે વિરોધ કરાયો હતો. આ ચાલના 96 પૈકી 71 લોકોને જમીન સંપાદનનું 70 ટકા વળતર ચૂકવી દેવામાં આવ્યું છે. આજે શુક્રવારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ નાણાવટીની ચાલની મુલાકાત લીધી હતી.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નાણાવટીની ચાલમાં 96 પૈકી 71 લોકોને જમીન સંપાદનનું 70 ટકા વળતર ચૂકવી દેવાયું

96 પૈકી 25 લોકો હજુ પણ વિરોધમાં

નાણાવટીની ચાલમાં કુલ 96 લોકો દ્વારા બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો. જેમને સ્થાનિક તંત્ર અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવ્યા હતા. જ્યારબાદ 96 પૈકી 25 લોકો હજુ પણ એવા છે, જેઓ કબજો સોંપવા તૈયાર નથી. જે લોકોએ વળતર મેળવી લીધું છે, તેમને કબજા પાવતી સોંપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details