ગુજરાત

gujarat

ETV Bharat / city

બરોડા ડેરીની ચૂંટણીમાં 48માંથી 7 ઉમેદવારી પત્રો રદ, હવે 41 ઉમેદવારો મેદાનમાં

હાલમાં બરોડા ડેરી વ્યવસ્થાપક મંડળની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ઉમેદવારી નોંધવામાં મુદત બાદ ગઈકાલે ડેરીના MD પાસેથી જરૂરી અભિપ્રાય તેમજ ઉમેદવારો પાસે વાંધા મંગાવવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસ તરફી ઉમેદવારોના ઉમેદવારીપત્રો રદ કરવા માટે રજૂ થયેલા અભિપ્રાય તેમજ વાંધાને લઈને ભારે વિવાદ થયો હતો.

By

Published : Dec 9, 2020, 7:01 PM IST

બરોડા ડેરીની ચૂંટણીમાં 48માંથી 7 ઉમેદવારી પત્રો રદ, હવે 41 ઉમેદવારો મેદાનમાં
બરોડા ડેરીની ચૂંટણીમાં 48માંથી 7 ઉમેદવારી પત્રો રદ, હવે 41 ઉમેદવારો મેદાનમાં

  • 28 મી ડિસેમ્બરના રોજ બરોડા ડેરીની ચૂંટણી
  • ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ 48 પૈકી 7 ઉમેદવારી પત્રો રદ થયા
  • 13 પૈકી બે બેઠક બિનહરીફ જાહેર થઈ છે
  • હવે 11 બેઠકો પર જામશે જંગ
    બરોડા ડેરીની ચૂંટણીમાં 48માંથી 7 ઉમેદવારી પત્રો રદ, હવે 41 ઉમેદવારો મેદાનમાં

વડોદરા: ચૂંટણી અધિકારી અને પ્રાંત શહેર દ્વારા તમામ ઉમેદવારોના વાંધા અંગે સુનવણી કરવામાં આવી હતી. વ્યવસ્થાપક મંડળના હાલના સભ્યો દ્વારા યેનકેન પ્રકારે સત્તા જાળવી રાખવા માટે કોંગ્રેસના તેમજ ભાજપના કેટલાક ઉમેદવારો સામે વાંધા રજૂ કર્યા હતા, જે બાબતે આજે ચૂંટણી અધિકારી દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. તેમાં ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ 48 પૈકી સાત ઉમેદવારીપત્રો રદ થયાં હતા. ઉમેદવારો 17મી સુધી ઉમેદવારી પત્ર પાછુ ખેચી શકશે. 28 મી ડિસેમ્બરે બરોડા ડેરીની ચૂંટણી યોજાશે. 13 પૈકી બે બેઠક બિનહરીફ જાહેર થઈ છે. હવે 11 બેઠકો પર 41 ઉમેદવારો મેદાનમાં છે.

બરોડા ડેરીની ચૂંટણીમાં 48માંથી 7 ઉમેદવારી પત્રો રદ, હવે 41 ઉમેદવારો મેદાનમાં
બરોડા ડેરીની ચૂંટણીમાં 48માંથી 7 ઉમેદવારી પત્રો રદ, હવે 41 ઉમેદવારો મેદાનમાં

ABOUT THE AUTHOR

...view details