ગુજરાત

gujarat

ETV Bharat / city

રાત્રિ કરફ્યૂ દરમિયાન દારૂની મહેફિલ માણી રહેલા 6 નબીરા ઝડપાયા - night curfew in vadodara

વડોદરાની સયાજીગંજ પોલીસને કંટ્રોલ રૂમમાંથી વર્ધી મળી હતી કે, સયાજીગંજ વિસ્તારમાં આવેલા ઓરિએન્ટલ બિઝનેસ સેન્ટરની નીચે કેટલાક લોકો દારૂ પી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને દારૂની મહેફિલ માણી રહેલા 6 લોકોને ઝડપી પાડ્યા હતા.

રાત્રિ કરફ્યૂ દરમિયાન દારૂની મહેફિલ માણી રહેલા 6 નબીરા ઝડપાયા
રાત્રિ કરફ્યૂ દરમિયાન દારૂની મહેફિલ માણી રહેલા 6 નબીરા ઝડપાયા

By

Published : May 19, 2021, 8:37 PM IST

  • ઓરિએન્ટલ બિઝનેસ સેન્ટર નીચે ચાલતી હતી મહેફિલ
  • દારૂ પી રહેલા 6 નબીરાઓને રંગેહાથ ઝડપી પાડ્યા
  • પોલીસે દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ કર્યો કબજે

વડોદરા: રાત્રિ કરફ્યૂ દરમિયાન ગત મોડીરાત્રે સયાજીગંજ પોલીસને કંટ્રોલ રૂમમાંથી વર્ધી મળી હતી કે, સયાજીગંજના ઓરિએન્ટલ બિઝનેસ સેન્ટરની નીચે કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. વર્ધીને આધારે પોલીસે તપાસ કરતા 6 લોકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે દારૂની બોટલ, બિયરના ટીન સહિતનો મુદ્દામાલ કબજે કરીને તમામ 6 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

પકડાયેલા આરોપીઓ

દારૂની મહેફિલ માણતા ઝડપાયેલાઓમાં પિયુષ શંકરલાલ પટેલ(રહે, સાનિધ્ય ટાઉનશીપ, વાઘોડિયા રોડ, વડોદરા), પિંકલ હસમુખલાલ સોની(રહે, સંગમ એપાર્ટમેન્ટ, કારેલીબાગ, વડોદરા), વિશાલ મહેન્દ્રભાઇ શાહ(રહે, ભવાની સોસાયટી, કારેલીબાગ, વડોદરા), જીતેન્દ્ર દિલીપસિંહ મોહિતે(રહે, વૈકુંઠ સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા), હરદીપ મનીષભાઇ શાહ(રહે, જવાહરનગર સોસાયટી, કારેલીબાગ, વડોદરા) અને જીગર મુકેશભાઈ સોની(રહે, રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ, ગોરવા, વડોદરા) નો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details