વડોદરાતબીબી અભ્યાસએ કુશાગ્ર બુદ્ધિ અને તેજસ્વીતાનું ભણતર છે. જેમાં ચેતના અને માનસિક શક્તિઓનો વિનિયોગ કરવો પડે છે. સતત પુસ્તકો, અભ્યાસક્રમ, વર્ગખંડ, પ્રયોગશાળાઓ અને દવાખાનાના વોર્ડ્સમાં મનો પરિશ્રમ કરતા બરોડા મેડિકલ કોલેજ (Baroda Medical College) સહિત રાજ્યના 15 જિલ્લાઓની તબીબી શિક્ષણ સંસ્થાઓના (Medical Education Institutions) વિદ્યાર્થીઓના પાંચમા વાર્ષિક રમતોત્સવનો આજે એટલે કે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World Mental Health Day) નિમિતેMS યુનિવર્સિટીના યુનિયન પેવેલિયન મેદાનમાં (Union Pavilion Grounds of MS University) પ્રારંભ થયો છે.
પાંચમા વાર્ષિક ખેલ મહાકુંભનો પ્રારંભબર્ન આઉટ 5 નામક તબીબી વિદ્યાર્થીઓના આ પાંચમા વાર્ષિક ખેલ મહાકુંભનો (5th Khel Mahakumbha of medical students) બરોડા મેડિકલ કોલેજના ડીન ડો. તનુજા જાવડેકરે, સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક (Medical Superintendent of Sayaji Hospital) ડો.રંજન કૃષ્ણ ઐયર તેમજ વરિષ્ઠ પ્રાધ્યાપક તબીબોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. માનસિક તેમજ શારીરિક આરોગ્ય રક્ષા(Mental and physical health protection) માટે શિક્ષણ અને ખેલ પ્રવૃત્તિઓ નો સમન્વય કરવાનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે દેશના પ્રધાનમંત્રીની પ્રેરણાથી રાજ્યમાં યોજાયેલી 36મી નેશનલ ગેમ્સથી રચાયેલા ખેલ પર્યાવરણ ને આપણો રમતોત્સવ આગળ વધારશે.