ગુજરાત

gujarat

ETV Bharat / city

cholera pandemic : વડોદરા શહેરમાં કોરોના મહામારી વચ્ચે કોલેરાના 50 કેસ નોંધાયા - Cholera in Vadodara

વડોદરા શહેરના નાગરવાળા વિસ્તારમાં અગાઉ દુષિત પાણીને કારણે ઝાડા - ઊલટીની બીમારીથી ત્રણ મહિલાના મોત નિપજ્યા હતા. જે બાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ કોલેરા (Cholera) એ હવે માથું ઉચક્યુ છે. કોલેરાએ માથું ઉંચકતા કોર્પોરેશનનું તંત્ર વિસામણમાં મૂકાઈ ગયું છે. શહેરમાં પીવાનું દુષિત પાણી (Contaminated water) આવતા આ રોગચાળો ફેલાઈ રહ્યો છે.

Contaminated water in Vadodara
Contaminated water in Vadodara

By

Published : Jul 4, 2021, 9:07 PM IST

  • વડોદરા શહેરમાં કોરોના મહામારી વચ્ચે ઝાડા- ઉલ્ટીના કોલેરાના 50 કેસો
  • વિવિધ વિસ્તારોમાંથી દર્દીઓ મળી આવ્યા
  • નાગરવાડા વિસ્તારમાં અગાઉ 3 મહિલાના મૃત્યુ થયા હતા
  • મનપાના આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારમાંથી પીવાનાં પાણીના નમૂના લીધા

વડોદરા : 2018માં નવાપુરા વિસ્તારમાં કોલેરા (Cholera) વકર્યો હતો તેમાં કેટલાકનાં મોત થયા હતા. હવે કોલેરા (Cholera) એ એક વખત ફરી માથું ઉચક્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી કોલેરા અને ઝાડા- ઉલ્ટી કેસ મળી આવ્યા છે. ચોમાસાના દિવસોમાં અને કોરોના મહામારી (Corona epidemic) ના કાળમાં તંત્ર દ્વારા તાકિદે ગંદા અને દુષિત પાણી (Contaminated water) ના પ્રશ્નનો હલ નહિ કરવામાં આવે તો સ્થિતિ ગંભીર બનશે, પરંતુ એસી ચેમ્બરમાં બેસતા મેયરનું કહેવું છે કે, હજુ સુધી શહેરમાં રોગચાળો ફાટ્યો હોય એવું કંઈક ધ્યાને આવ્યું નથી તો બીજી તરફ સરકારી હોસ્પિટલમાં ઝાડા-ઊલટીના કેસમાં વધારો થયો છે અને દર્દીઓની લાઈનો લાગે છે.

વડોદરા શહેરમાં કોરોના મહામારી વચ્ચે કોલેરાના 50 કેસ નોંધાયા

આ પણ વાંચો : સુરત જિલ્લાના કઠોર ગામમાં દૂષિત પાણી પીવાથી 6 લોકોના મોત

દુષિત પાણીને કારણે શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે

દુષિત પાણી (Contaminated water) થી બીમાર થઇ શહેરની ચેપી રોગ હોસ્પિટલ, જમનાબાઈ હોસ્ટિપટલ અને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ડૉક્ટર પણ માને છે કે, શહેરમાં આવતા આ દુષિત પાણી (Contaminated water) ને કારણે શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. કોર્પોરેશન તંત્રની બેદરકારી અને અણઆવડતને કારણે શહેરના લોકોને દુષિત પાણી (Contaminated water) મળી રહ્યું છે, જેથી રોગચારો વકરી રહ્યો છે.

વડોદરા શહેરમાં કોરોના મહામારી વચ્ચે કોલેરાના 50 કેસ નોંધાયા

આ પણ વાંચો :ચોમાસું - બીમારીઓ - કોલેરા

અનેક વિસ્તારમાં લોકો દુષિત પાણી પીવા મજબુર બન્યાં

વડોદરામાં છેલ્લા અનેક વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો કોઈ હલ કોર્પોરેશન શોધી શકી નથી. શહેરના આજવા રોડ, વાઘોડિયા રોડ, નાગરવાળા, યાકુતપુરા, કારેલીબાગ સહિત અનેક વિસ્તારમાં પીવાના ને કારણે દુષિત પાણી (Contaminated water) પીવા લોકો મજબુર બન્યાં છે.

ABOUT THE AUTHOR

...view details