ગુજરાત

gujarat

ETV Bharat / city

પાદરામાં 4 પ્રાથમિક શાળાઓના 5 શિક્ષકો કોરોના પોઝિટિવ - પ્રાથમિક શાળાઓ

વડોદરાના પાદરા પંથકમાં વધુ 4 છેવાડાના ગામમાં પ્રાથમિક શાળાના 5 શિક્ષકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાથમિક શાળાઓમાં 15 માર્ચથી પરીક્ષા શરૂ થતી હોવાથી શાળાને સેનિટાઈઝ કરવામાં આવી રહી છે. તેમ જ બીજા અન્ય શિક્ષકો દ્વારા શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

પાદરામાં 4 પ્રાથમિક શાળાઓના 5 શિક્ષકો કોરોના પોઝિટિવ
પાદરામાં 4 પ્રાથમિક શાળાઓના 5 શિક્ષકો કોરોના પોઝિટિવ

By

Published : Mar 15, 2021, 11:46 AM IST

Updated : Mar 15, 2021, 12:12 PM IST

  • પાદરામાં 4 શિક્ષકો કોરોના પોઝિટિવ આવતા તંત્ર સજ્જ
  • તમામ શાળાઓને સેનિટાઈઝ કરવામાં આવી
  • પાદરા પંથકમાં કોરોના વકરતા ગ્રામજનોમાં ફફડાટ

આ પણ વાંચોઃDEO દ્વારા અમદાવાદની સ્કૂલોમાં અભ્યાસક્રમ મામલે ચેકિંગ હાથ ધરાયું

વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકાની પ્રાથમિક શાળાઓના 5 શિક્ષકો કોરોના સંક્રમિત થતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા તાત્કાલિક સરકારની ગાઈડલાઇનનો ચુસ્તપણે પાલન કરાવી દરેક વિદ્યાર્થીઓની ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચર માપી અને સેનિટાઈઝ કર્યા પછી શાળામાં પ્રવેશ અપાય છે. પાદરાના છેવાડાના ગામોમાં પણ કોરોનાએ પ્રવેશ કરતા શિક્ષકો વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. વિવિધ ગામોમાં પણ કોરોનાએ માથું ઊંચકતા લોકો ભયભીત બની ગયા છે. છતાં સરકારની ગાઈડલાઈન મુજબ નિરાશ કસોટી પરીક્ષા તેમ જ શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ તાલુકા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. ત્યારે વહીવટી તંત્ર કોઈ અસરકારક કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

પાદરામાં 4 શિક્ષકો કોરોના પોઝિટિવ આવતા તંત્ર સજ્જ

આ પણ વાંચોઃભાવનગરની આ શાળા કોરોના વોરિયર્સના બાળકોને એક વર્ષ મફત શિક્ષણ આપશે

કોરોના બેકાબૂ બને તે પહેલા અસરકારક કાર્યવાહી કરવા માગ ઊઠી

પાદરાના છેવાડા ગામ વડદલાની પ્રાથમિક શાળામાં કુલ 2 શિક્ષક 55 વિદ્યાર્થીઓ છે. કુરાલ પ્રાથમિક શાળામાં 19 શિક્ષક 298 વિદ્યાર્થીઓ છે. ધોરીવગાં પ્રાથમિક શાળામાં 11 શિક્ષક 322 વિદ્યાર્થીઓ છે. જેસીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળામાં 12 શિક્ષક 322 વિદ્યાર્થીઓ છે. આમ કુલ 35 શિક્ષકોમાંથી 5 શિક્ષકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દરેક પ્રાથમિક શાળામાં સેનિટાઈઝિંગ કરવામાં આવ્યું હતું. 15 માર્ચથી પરીક્ષાઓ શરૂ થતી હોવાથી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી નથી, પરંતુ અન્ય શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. હવે 1044 વિદ્યાર્થીઓ તેમજ પ્રાથમિક પ્રાથમિક શાળાના 2018 વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે.

Last Updated : Mar 15, 2021, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details