ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં ફસાયેલા મધ્યપ્રદેશના 431 મજૂરોને 16 બસ દ્વારા વતન મોકલાયા - latest news of vadodra

વડોદરામાં ફસાયેલા પરપ્રાંતિયોને તેમના વતન મોકલવાનું શનિવારથી શરૂ કરાયું હતું. 431 લોકોને તેમના માદરે વતન મધ્યપ્રદેશ રવાના કરાયા હતા. 16 બસોની મદદથી તેમને દાહોદ આગળ મધ્ય પ્રદેશની બોર્ડર સુધી લઈ જવાયા હતાં. એટલુ જ નહીં, સોમવારે 100 લોકોને રાજસ્થાન અને 500 લોકોને તેમના વતન ઉત્તર પ્રદેશ મોકલવાની વિચારણા ચાલી રહી છે.

વડોદરામાં ફસાયેલા 431 લોકોને 16 બસ મારફતે મધ્યપ્રદેશ મોકલ્યા
વડોદરામાં ફસાયેલા 431 લોકોને 16 બસ મારફતે મધ્યપ્રદેશ મોકલ્યા

By

Published : Apr 26, 2020, 2:47 PM IST

વડોદરાઃ અમદાવાદ તરફથી તેમજ સુરત, અંકલેશ્વર, ભરૂચ તરફથી આવેલા પરપ્રાંતિયો ગોલ્ડન ચોકડીએ ભેગાં થયા હતા. ત્યાંથી તમામને પોલીસે અલગ-અલગ જગ્યાઓ પર રાખ્યા હતા. લોકડાઉન દરમિયાન મોટા પ્રમાણમાં પરપ્રાંતિયો ગુજરાતમાં ફસાઈ ગયા હતા. આખરે તેમને વતન રવાના કરવાની શરૂઆત કરાઈ હતી.

વડોદરામાં ફસાયેલા 431 લોકોને 16 બસ મારફતે મધ્યપ્રદેશ મોકલ્યા

શહેરના વિવિધ 19 વિસ્તારોમાંથી મધ્ય પ્રદેશના 431 જેટલા પરપ્રાંતિયોને જુદી જુદી 16 બસોમાં બેસાડીને મધ્ય પ્રદેશ મોકલવાનું શરૂ કરાયુ હતુ. શનિવારે મોડી સાંજથી બસો ઉપડી હતી. જે દાહોદ આગળ મધ્ય પ્રદેશની બોર્ડર પર તમામને ઉતારવા ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details