- વડોદરામાં કોરોના કહેર
- 414 કેસ નોંધાયા, 2 દર્દીઓનું મોત
- સયાજી હોસ્પિટલમાં થશે બેડની વ્યવસ્થા
વડોદરા: વડોદરા શહેરમાં રવિવારે 414 કેસ નોંધાયા હતા. 2 કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું હતું. તંત્ર દ્વારા સતત નાગરિકોને સામાજિક અંતર જાળવી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. સયાજી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા વધારવા આવશે, નવલખી કંમ્પાઉન્ડમાં ઓક્સિજન રીફલિગ યુનિટ સુવિધા કરવામાં આવશે.
OSD વિનોદ રાવે સયાજી હોસ્પીટલની મુલાકાત લીધી
કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે સરકારી અને ખાનગી હોસ્પિટલો ફુલ થઇ ગયા છે. રવિવારે 414 જેટલા પોઝિટિવ દર્દી નોંધાયા હતા. જેમાં 2 દર્દીઓનું મોત થયું હતું. કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે પોલીસ કમિશનરની મદદથી 36 જેટલી ટીમ બનાવી જે અલગ અલગ વૉર્ડમાં કામગીરી કરી રહી છે. જાહેર સ્થળો પર નાગરિકોને જાગૃત કરી રહ્યા છે. OSD વિનોદ રાવે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં દર્દીઓ માટે બેડની વ્યવસ્થા વધુ કરવામાં આવશે અને નવલખી કમ્પાઉન્ડ ખાતે ઓક્સિજન રીપેરીંગ યુનિટ સુવિધા કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. જેમાં રીપેરીંગ માટેના સમયનો ઘટાડો નોંધપાત્ર રીતે ઘટાડી શકાય.
શહેરમાં કોરોના બેકાબૂ
વડોદરા શહેરમાં કોરોનાનો કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. સરકારી હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે. શહેરના સ્મશાન પણ વેઇટિંગમાં ચાલી રહ્યા છે. રવિવારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે મેડીકલ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે તેમાં 414 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 2 દર્દીઓનું મોત થયું હતું. ત્યારે તંત્ર દ્વારા પણ ખાનગી હોસ્પિટલોમાં કોવિડ સેન્ટર પણ ઉભું કરવાની તંત્ર તૈયાર કરી રહ્યું છે. કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. તંત્ર દ્વારા વિવિધ સ્થળે રેપિડ એન્ટીજન ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે તેમાં રવિવારે 1987 નાગરિકોએ ટેસ્ટ કરાવ્યા હતા.
વિવિધ વોર્ડ ટીમ તથા પોલીસ વિભાગ દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા નાગરિકોમાં જાગૃતતા લાવવા રહી છે શહેરમાં કોરોના વિસ્ફોટ થતાં તંત્ર દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. જાહેર સ્થળોમાં પોલીસની 36 ટીમ વિવિધ બોર્ડમાં પાલિકા સાથે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા નાગરિકોમાં જાગૃતતા લાવી રહ્યા છે. નાગરિકો દ્વારા માસ્ક, સોશીયલ ડિસ્ટન્સ સહિત કોવિડની ગાઇડલાઇન્સનું પાલન કરે તેનાથી કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. તંત્ર અલકાપુરી વિસ્તારમાં આવેલા ખાણીપીણીની લારીઓ ઉપર આવતા લોકો તથા ફેરિયાઓ અને સામાજિક અંતર અને માસ્ક તથા કોવિડ માર્ગદર્શન પાલન કરવા સમજ આપવામાં આવી હતી તે જ રીતે છાણી ગામ, સરદાર એસ્ટેટ, હરણી વિસ્તારમાં હનુમાનજી મંદિરની બહાર, ફતેગંજ વિસ્તારમાં આવેલા સદર બજાર ખાતે અને વોર્ડ નંબર 11 ના ભાયલી ગામ ખાતે જાહેર સ્થળો પર પબ્લિક એનાઉન્સમેન્ટ કરીને લોકોને જાગૃત કર્યા હતા.
જે ભીડભાડવાળા જે વિસ્તાર છે તેમાં પણ કોર્પોરેશન તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. કોર્પોરેશનની ટીમ દ્વારા રવિવારે વિવિધ વોર્ડમાં જાહેરમાં માસ્ક પહેરનાર અને સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરનાર પાસેથી રૂપિયા રૂપિયા 26,100 નો દંડ પણ વસુલ કર્યો હતો.
સયાજી હોસ્પિટલની મુલાકાત લઈને ત્યાં બેડની વ્યવસ્થા કરવામાં આવી
શહેરમાં કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે તેની સંખ્યા દિવસે દિવસે વધતા તંત્ર દ્વારા પણ સરકારી હોસ્પિટલમાં બેડની વધુ વ્યવસ્થા કરી રહ્યું છે. OSD ડૉક્ટર વિનોદ રાવે અધિકારીઓએ સાથે એસએસજી હોસ્પિટલની સમીક્ષા કરી. સયાજી હોસ્પિટલની અંદર 750 દર્દીઓ દાખલ છે ત્યારે સાઈકિયાટ્રી વૉર્ડ ની મુલાકાત લીધી હતી તેમાં ઓકિસજન કન્સેનટર્સ સ્થાપિત કરીને કોવિડ વૉર્ડમાં રૂપાંતર કરવાનું નક્કી કર્યું હતું. રવિવાર સાંજ સુધીમાં બીજા વધારીને 800 પથારી કરી દેવામાં આવશે.
નવલખી કમ્પાઉન્ડ ખાતે નિયમિત ઓક્સિજનની સુવિધા કરવામાં આવશે
કોરોના શહેરમાં બેકાબુ બન્યો છે ત્યારે ઓક્સિજનની અછત પણ સર્જાય છે આજે એસ.પી. વડોદરા ડો સુધીર દેસાઈ અને સહાયક કમિશનર ફૂડ એન્ડ ડ્રગ્સ અને ઓક્સિજનની અને ઓક્સિજનના પ્રતિનિધિઓ દ્વારા સપ્લાયની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર સુધીર દેસાઈ હોસ્પિટલના પુરવઠા મૂળ સ્થાનેથી ઓક્સિજનનો પુરવઠો વિતરણ અને અવરોધ વિનાની ગતિની ખાતરી માટે એક નિયંત્રણ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. નવલખી કમ્પાઉન્ડ માં લિક્વિડ ઓક્સિજનના રિફાલીગ યુનિટ ની સુવિધા કરાશે જેથી રીફલિગ માટે ના સમય નો નોંધપાત્ર રીતે ઘટાડી શકાય.