ગુજરાત

gujarat

ETV Bharat / city

36મી નેશનલ ગેમ્સને લઈ મહારાષ્ટ્રના કોચે કહ્યું, ઇન્ટરનેશનલ રમત રમાતી હોય તે પ્રકારનું આયોજન - national games 2022

વડોદરામાં 36મી નેશનલ ગેમ્સના (36th National Games in Vadodara) ભાગરૂપે જીન્માસ્ટિક રમતની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્રના કોચે કહ્યું કે, 36મી નેશનલ ગેમ્સને લઈ આજ સુધીનું સૌથી સુંદર આયોજન. (Vadodara Gymnastic Games)

36મી નેશનલ ગેમ્સને લઈ મહારાષ્ટ્રના કોચે કહ્યું, ઇન્ટરનેશનલ રમત રમાતી હોય તે પ્રકારનું આયોજન
36મી નેશનલ ગેમ્સને લઈ મહારાષ્ટ્રના કોચે કહ્યું, ઇન્ટરનેશનલ રમત રમાતી હોય તે પ્રકારનું આયોજન

By

Published : Sep 30, 2022, 4:30 PM IST

વડોદરા36મી નેશનલ ગેમ્સનો શુભારંભ થઈ ચૂક્યો છે, ત્યારે આજે વડોદરામાં જીમનાસ્ટિક ગેમને (Gymnastic Games in Vadodara) લઈ સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ક્વોલિફાઇ રાઉન્ડ શરૂઆત કરવામાં આવી હતી. આ રમત આગામી 4 ઓક્ટોબર સુધી જીમનાસ્ટિકનો જંગ ખેલશે. આ માટે ખાસ દિલ્હીથી મંગાવેલા એપ્રેટ્સ અને ટ્રેમ્પોલિન લગાવવામાં આવ્યા છે. સ્પર્ધામાં વિવિધ 19 રાજ્યોના 174 જીમનાસ્ટ ભાગ લઈ રહ્યા છે. સાથે 130 જેટલા નિર્ણાયકો પણ આવી રહ્યા છે. ગુજરાતના કુલ 17 ખેલાડી ભાગ લઈ રહ્યા છે. આ અંગે મહારાષ્ટ્ર ટીમના કોચ અને ખેલાડીઓ નો પ્રતિભાવ જાણ્યો હતો. (36th National Games in Vadodara)

મહારાષ્ટ્રના કોચે કહ્યું, ઇન્ટરનેશનલ રમત રમાતી હોય તે પ્રકારનું આયોજન

જીન્માસ્ટિક એટલે શું?આ રમત સાથે સંકળાયેલા તમામ ખેલાડીમાં સાહસ, રોમાંચ, હિંમત, સંતુલન, શરીરની લચક, સમયસૂચકતા, સતર્કતા, ઘડીના છઠ્ઠા ભાગમાં નિર્ણય લેવાની અને અમલ કરવાની વૃત્તિ અનિવાર્ય છે. આ તમામનો સમન્વય આ નજર ચોંટી જાય (36th National Games in Gujarat) એવી રમતમાં થયો છે. વડોદરામાં શરૂ થયેલી 36મી નેશનલના ભાગ રૂપે જીમનાસ્ટિક રમત ખુબ પ્રતિસાદ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 36માં નેશનલ ગેમ્સને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. (national games 2022)

36મી નેશનલ ગેમ્સ

નેશનલ ગેમ્સ આયોજનગુજરાતમાં 36માં નેશનલ ગેમ્સમાં જીન્માસ્ટિક રમતમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્રના ચીફ કોચ પ્રવીણ ઢગે એ જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધીમાં 4 જેટલા નેશનલ ગેમ્સમાં ભાગ લઈ ચૂક્યા છીએ, પરંતુ આજે ગુજરાતમાં આ પ્રકારનું આયોજન જોઈ ખૂબ ખુશી થઈ રહી છે. અહીં ઇન્ટરનેશનલ રમત રમતી હોય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી છોકરા અને છોકરીઓની 2 અલગ અલગ ટીમો છે અને આ ગેમ્સમાં ઈન્ટરનેશનલ જિનમેસ્ટ ભાગ લઈ રહ્યા છે અને અમારા જિનમેસ્ટ પણ ઇન્ટરનેશનલ છે. અમારી ટીમની ખૂબ મહેનત છે અને ખૂબ સારું પર્ફોમ આપીશું. Vadodara Gymnastic Games, (Gymnastic Games 2022

ABOUT THE AUTHOR

...view details