- રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ખાદીના રાષ્ટ્રીય ધ્વજનો 7 લાખ રૂપિયાનો સ્ટોક ભરવામાં આવ્યો
- શહેરના ખાદીગ્રામ કેન્દ્રમાં કુલ મળી પાંચ લાખ રૂપિયાનું વેચાણ થયું
- રાવપુરા કોઠી ખાદીગ્રામ ઉદ્યોગ ભવનમાં ત્રણ લાખ રાષ્ટ્રીય ધ્વજ વેચાયા
વડોદરા: ખાદીગ્રામ ઉદ્યોગોમાં કોરોનાના કારણે ચાલુ વર્ષે ખાદીની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ નિમિત્તે શહેરના ખાદીગ્રામ ઉદ્યોગમાં પાંચ લાખ રૂપિયાના રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ થયું છે. જો કે, આ પહેલા વડોદરા શહેરના સૌથી મોટા રાવપુરા કોઠી ખાતે આવેલા વડોદરા જિલ્લા ખાદીગ્રામ ઉદ્યોગ ભવનમાં સાત લાખ રૂપિયાનો રાષ્ટ્રીય ધ્વજનો સ્ટોક ભરવામાં આવ્યો હતો. જેની સામે ત્રણ લાખ રૂપિયાનું જ વેચાણ નોંધાયું છે.
આ પણ વાંચો- ખાદી ઇન્ડિયાના ફ્લેગશિપ આઉટલેટમાં ગાંધી જયંતી પર રૂપિયા 1.02 કરોડનું વેચાણ થયું
કોરોના મહામારીને કારણે ખાદીગ્રામ ભવનમાં રોજગારીનો વ્યાપ ઓછો થયો
વડોદરા ખાદીગ્રામ ઉદ્યોગ સહકારી સંઘ ભુતડીઝાંપા બ્રાન્ચના સંચાલક રાકેશ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે વડોદરા જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ સહકારી સંઘ ભુતડીઝાંપા ખાતે છેલ્લા ત્રણ વર્ષથી ખાદીની બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારી ચાલતી હોવાથી અહીં વેચાણ ખૂબ ઓછું હતું.
આ વર્ષે 2021માં વર્ષની શરૂઆતથી જ ખાદીનું સારું એવું વેચાણ થયું છે
વધુમાં રાકેશ પટેલે જણાવ્યું હતું કે, 2021માં ખાદીગ્રામ ઉદ્યોગ ભુતડીઝાંપાનું જે કેન્દ્ર છે, એમાં અમારી ખાદીની બ્રાન્ચ આવેલી છે. જેમાં આ વર્ષે 2021માં વર્ષની શરૂઆતથી જ ખાદીનું સારું એવું વેચાણ થયું છે. જેમાં જુદી-જુદી પ્રોડક્ટ જેવી કે, ખાદીના ધ્વજ, ખાદીના કપડા છે. આ વખતે સારું એવું માર્કેટ જળવાયું છે.