વડોદરા: ડભોઈમાં સરિતા રેલ્વે ક્રોસિંગ નજીક કોઈપણ જાહેરાત કે નોટીસ આપ્યા વગર એકાએક બપોરના સમયે રેલવે એન્જીન પસાર કરવા માટે ક્રોસિંગના પાટામાં ભરાયેલી કપચી ખોદવા 3 કલાક સુધી રસ્તો બંધ રાખ્યો હતો. જેને કારણે ડભોઈ વડોદરા રોડ ઉપર અસંખ્ય વાહન ચાલકો 3 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા હતા.
ડભોઈ સરિતા રેલવે ક્રોસિંગ પર ચાલતી કામગીરીને કારણે ફાટક બંધ કરતા 3 કલાક ટ્રાફિક જામ સર્જાયો - dabhoi traffic
ડભોઈમાં સરિતા રેલવે ક્રોસિંગ નજીક કોઈપણ જાહેરાત કે નોટીસ આપ્યા વગર એકાએક બપોરના સમયે રેલવે એન્જીન પસાર કરવા માટે ક્રોસિંગના પાટામાં ભરાયેલી કપચી ખોદવા 3 કલાક સુધી રસ્તો બંધ રાખ્યો હતો. જેને કારણે ડભોઈ વડોદરા રોડ ઉપર અસંખ્ય વાહન ચાલકો 3 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા હતા.
રેલવે ક્રોસિંગ બંધ હોવાને પગલે બંને સાઈડ પર 4 કિલોમીટર લાંબો ટ્રાફીક જામ સર્જાયો હતો. એક તરફ રેલવે તંત્ર ડભોઈથી કેવડીયા સુધી રેલવે લાઇનનું ઝડપી કામ કરી રહી છે. ત્યારે બીજી તરફ અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રાહદારીઓને મુશકેલીઓમાં મૂકી રહ્યા છે. ડભોઈ વડોદરા રોડ ઉપરથી પસાર થતી ચાંદોદ સુધી જતી રેલવે લાઇન સરિતા ક્રોસિંગથી જાય છે.
સરિતા ક્રોસિંગ પાસે કામ કરવા રેલવે તંત્ર ડાઇવર્ઝન આપી કામ કરવામાં આવે સાથે ફોર લેન રોડ ઉપર સિંગલ ક્રોસિંગની જગ્યાએ ડબલ ક્રોસિંગ કરવા અથવા ઓવર બ્રીજનું નિર્માણ કરવા પસાર થતા વાહનડોચાલકો અને સ્થાનિક રહીશોએ માંગ કરી છે.