- વડોદરામાં આવાસ યોજના (Housing scheme in Vadodara)ના ડ્રોમાં નામ બદલી નાખનારા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો
- ક્રાઈમબ્રાન્ચે આરોપીને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા
- આરોપીઓના રિમાન્ડ દરમ્યાન અન્ય નામો ખૂલવાની શક્યતા
વડોદરાઃ રાજ્ય સરકારના વિકાસ દિવસની ઉજવણી વખતે યોજાયેલા કાર્યક્રમમાં પાલિકાના આવાસ યોજના (Housing scheme in Vadodara)ના મકાનોનું કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો (Computerized draw) કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યાદી બદલી નાખવાના કૌભાંડમાં ક્રાઈમબ્રાન્ચની ટીમે (Crime Branch Team) આરોપી કાર્યપાલન ઈજનેર પ્રમોદ વસાવા અને MIS એક્સપર્ટ નિશિથ પીઠવાની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે, ક્રાઈમબ્રાન્ચે બંને આરોપી માટે 7 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. આ સાથે જ હવે રિમાન્ડ દરમિયાન વધુ નામ ખૂલવાની શક્યતા છે.
આ પણ વાંચોઃવડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડ્રો બાદ આવાસોની ફાળવણી મામલે કૌભાંડની ફરિયાદ
VMCની બેઠકમાં કાર્યપાલક ઈજનેરને સસ્પેન્ડ કરવાની રજૂઆત મંજૂર કરવામાં આવી હતી
વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation)ની સ્થાયી સમિતિની બેઠકમાં પાલિકાના કાર્યપાલક ઈજનેર પ્રમોદ વસાવાને સસ્પેન્ડ કરવાની રજૂઆત મંજૂર કરવામાં આવી હતી. જોકે, રાજ્ય સરકારના વિકાસ દિવસની ઉજવણી વખતે યોજાયેલા કાર્યક્રમમાં પાલિકાના આવાસ યોજનાના મકાનોનું કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો થયું હતું. ડ્રો થયા પછી યાદી બદલી નાખવાના કૌંભાડમાં ક્રાઈમબ્રાન્ચની ટીમે એક આરોપીની ધરપકડ કરી હતી. તો આ આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.