- વડોદરામાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુઆંકમાં વધારો થયો
- કલાગુરૂ, તાંત્રિક અને ચિત્રકાર જલ દવેનું કોરોનાને કારણે મોત
- 28 દર્દીઓએ કોરોનાની સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા
વડોદરા : શહેરના કલાગુરૂ અને તાંત્રિક ચિત્રકાર સહિત 28 દર્દીઓએ કોરોનાની ચાલી રહેલી સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા છે. આ તમામ મૃતકોના કોવિડ 19ની ગાઇડલાઇન પ્રમાણે અંતિમક્રિયા વિવિધ સ્મશાન અથવા કબ્રસ્તાન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. બાજવાડા અખાડા પાસે રહેતા અને કલાગુરૂ તથા તાંત્રિક ચિત્રકાર જલ દવે તથા તેમના પરિવારના સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા. જલેન્દુભાઈ તથા તેમના પત્નીને ફતેગંજની નરહરિ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં શુક્રવારની મોડી રાત્રે દોઢ કલાકે જલેન્દુભાઈનું નિધન થયું હતું. તેમનો સમગ્ર પરિવાર હાલ હોમ કવોરેન્ટાઇન છે.
આ પણ વાંચો -વડોદરામાં સરકારી હોસ્પિટલો કોરોના દર્દીઓથી હાઉસફૂલ
વડોદરા શહેરમાં મોતનું તાંડવ
આજવા રોડ શબિના સોસાયટીમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધાએ વીઆઈપી રોડની હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. વાડી મોટી વ્હોરવાડના 62 વર્ષીય વૃદ્ધ, નવાપુરાના 81 વર્ષીય વૃદ્ધ, કારેલી બાગની દિપીકા સોસાયટી વિભાગ-2ના 78 વર્ષીય વૃદ્ધા, આજવા રોડ લફલેશ નવી વસાહત -1ની 60 વર્ષીય વૃદ્ધા, મકરપુરા આકાશવાણી ગુજરાત હાઉસિંગ બોર્ડનાં પર વર્ષીય પુરુષ કોરોનાની સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા હતા.