ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ધૂમ્મસના કારણે 25થી 30 ગાડીઓ અથડાઇ

રાજ્યભરમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકો અટવાયાં છે. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે 30 ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઇની જાનહાનિ થઈ નથી, માત્ર વાહનોને નુકસાન થયું છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ધૂમ્મસના કારણે 25થી 30 ગાડીઓ ટકરાઈ
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ધૂમ્મસના કારણે 25થી 30 ગાડીઓ ટકરાઈ

By

Published : Jan 18, 2021, 5:06 PM IST

  • અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર થયો અકસ્માત
  • ગાઢ ધુમ્મસના કારણે દ્રશ્યતા ઘટી જતાં અકસ્માત
  • એક પછી એક ગાડીઓ ટકરાઇ પડી
    ગાઢ ધુમ્મસના કારણે દ્રશ્યતા ઘટી જતાં અકસ્માત

વડોદરાઃ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અને વહેલી સવારથી જ ધૂમ્મસભર્યું વાતાવરણ આકાશમાં સર્જાય છે. વડોદરા અમદાવાદ હાઈવે પર ગાઢ ધૂમ્મસના કારણે એકસાથે 25થી 30 ગાડીઓ અથડાઈ પડીને અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં જોકે કોઈે જાનહાનિ થઈ નથી, માત્ર વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હોવાની માહિતી મળી છે.

અમદાવાદથી 15 કિમી દૂર થયો અકસ્માત

અમદાવાદની હદથી 15 કિમી દૂર ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે અકસ્માતના બનાવ બનતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતાં. ગાઢ ધૂમ્મસના કારણે વિઝિબિલિટી નહિવત હોવાના કારણે ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી વડોદરા તરફ આવતી ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. બે કલાકથી વધુ ટ્રાફિક જામ સર્જાતા હાઇવે પર ગાડીઓની લાંબી કતારો લાગી ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details