વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં લોકડાઉનમાં પાન-મસાલાનું કરી રહેલા બે વેપારીઓની રૂપિયા 3.33 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. બંને વેપારીઓ પાન-મસાલા, સીગારેટ સહિતની ચીજવસ્તુઓ બમણાં ભાવે વેચતા હતા.
વડોદરામાં લોકડાઉનમાં પાન-મસાલાનું વેચાણ કરતા 2 આરોપીની ધરપકડ વડોદરા શહેર એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. એ.બી. મિશ્રા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન તેઓને માહિતી મળી હતી કે, અટલાદરા ભાથુજી મંદિર લીમડી ફળિયામાં રહેતો પિયુષ પ્રહલાદભાઇ પલોડ પોતાના ઘરમાં પાન મસાલાનો જથ્થો છે અને તેઓ લોકડાઉનનો લાભ લઇ પાન-મસાલાના વ્યસનીઓને ઉંચા ભાવે વેચી રહ્યો છે. પોલીસે માહિતીના આધારે ખાતરી કરી દરોડો પાડ્યો હતો અને તેણે રૂપિયા 2,63,350ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
વડોદરામાં લોકડાઉનમાં પાન-મસાલાનું વેચાણ કરતા 2 આરોપીની ધરપકડ આ ઉપરાંત એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. અબ્દુલરજાક ઉસ્માનભાઇને અટલાદરા ગામ ઝાંપા પોળમાં રહેતો રાજેશ ગોરધનભાઇ ગાંધી પોતાના ઘરમાં પાન-મસાલાનો જથ્થો રાખે છે. અને જરૂરીયાત લોકોને ઉંચા ભાવે વેચી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે દરોડો પાડી તેણે રૂપિયા 77050ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. એસ.ઓ.જી.એ માંજલપુર પોલીસ મથકની હદમાંથી પાન મસાલા વેચતા બંને આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી માંજલપુર પોલીસ મથકના હવાલે કર્યા હતા. માંજલપુર પોલીસે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.