- મ્યુકોરમાઈકોસિસમાં ચિંતાતુર વધારો થયો
- સયાજી હોસ્પિટલમાં વધુ 12 દર્દીઓ નોંધાયા : કુલ આંક 144 પર પહોંચ્યો
- મ્યુકોરમાઈકોસિસના 19 દર્દીઓની સર્જરી કરવામાં આવી
વડોદરા: શહેરમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં શહેરની સયાજી હોસ્પિટલમાં પણ મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં વધારો નોંધાયો છે. ASGમાં ગુરુવારે વધુ 12 દર્દીઓ દાખલ થયા હતા. જેની સામે કુલ 19 દર્દીઓની સર્જરી હાથ ધરવામાં આવી હતી.
8 દર્દીઓના બાયોપ્સી સેમ્પલો લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી અપાયા
સયાજી હોસ્પિટલના ENT વિભાગને મ્યુકરમાઈકોસિસના વોર્ડમાં ફેરવવામાં આવ્યો છે. અત્યાર સુધી ASG હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 122 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું નોંધાયુ હતું. ASGમાં વધુ 12 દર્દીઓ દાખલ થયા હતા.જેમાં 8 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. આ ઉપરાંત 19 દર્દીઓની સર્જરી પણ કરવામાં આવી હતી.આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સીલેટરી એટલે કે દૂરબીનથી નાકની અંદરની સર્જરી 7 દર્દીઓની જનરલ એનેસ્થેશીયા આપીને અને 12 દર્દીઓની લોકલ એનેસ્થેશીયા આપીને સર્જરી કરાઈ હતી. 2 દર્દીઓની સર્જરી કરી આંખ કાઢવી પડી.
આ પણ વાંચો:રાજ્યમાં કોરોના સાથે મ્યુકોરમાઈકોસિસનું સંકટ, જાણો શું છે આ બીમારી
મ્યુકરમાઈકોસિસની સારવાર દરમિયાન વીતેલા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી
મ્યુકોરમાઈકોસિસના રોગથી પીડાતા 2 દર્દીઓની આંખનું ઓપરેશન કરી આંખ કાઢી નાંખવાની ફરજ પડી હતી. જ્યારે મ્યુકરમાઈકોસિસની સારવાર દરમિયાન વીતેલા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. દિવસ દરમિયાન ડિસ્ચાર્જનો આંક શૂન્ય રહેવા પામ્યો હતો. નોંધનીય છે કે, વડોદરા શહેરમાં કોરોનાની રફતાર ધીમી પડી છે. જેથી તંત્રએ રાહતનો દમ લીધો છે. જોકે, કોરોના બાદ હવે મ્યુકોરમાઈકોસિસે માથું ઉંચકતા તંત્ર ચિંતાતુર બન્યું છે. વધુ 12 દર્દીઓ નોંધાતા અત્યાર સુધીમાં મ્યુકોરમાઈકોસિસ રોગમાં સપડાયેલા દર્દીઓની કુલ સંખ્યા 144 પર પહોંચી છે.
મ્યુકોરમાઈકોસિસના 19 દર્દીઓની સર્જરી કરવામાં આવી આ પણ વાંચો:સુરતમાં મ્યુકોરમાઈકોસિસથી નવી સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીનાં મોત
મ્યુકોરમાઈકોસિસ રોગે તેનો વિકરાળ પંજો શહેર અને જિલ્લામાં ફેલાવ્યો છે
ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેર અને જિલ્લામાં હાહાકાર મચાવી રહેલા મ્યુકોરમાઈકોસિસ રોગે તેનો વિકરાળ પંજો શહેર અને જિલ્લામાં ફેલાવ્યો છે. જેના પરિણામે મ્યુકોરમાઈકોસીસના સપાટામાં આવી રહેલા સંખ્યાબંધ દર્દીઓ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. જ્યારે વીતેલા 24 કલાકમાં સયાજી હોસ્પિટલમાં દિવસ દરમિયાન વધુ નવા 13 દર્દીઓ આ રોગની ઝપેટમાં આવ્યા હતા. જેની સાથે સયાજી હોસ્પિટલમાં દર્દીઓની કુલ સંખ્યા 144 પર પહોંચી હતી. જેમાંથી 8 દર્દીઓના બાયોપ્સી સેમ્પલો લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા.