ગુજરાત

gujarat

ETV Bharat / city

ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ કરતા તત્વો સામે વડોદરા ગ્રામ્ય SOG પોલીસની લાલઆંખ - sog police

વડોદરામાં ગેરકાયદેસર બાયોડિઝલ( Biodiesel)નું વેચાણ કરનાર તત્વો પુનઃ સક્રિય બન્યા હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય SOG પોલીસે ચોક્કસ માહિતીના આધારે કરજણથી ઉમજ જતા રોડ પર કુરઈ ગામની સીમમાં દરોડો પાડી 9,400 લીટર જવલંતશીલ પ્રવાહી બાયોડિઝલ( Biodiesel)ના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી 11.64 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ
ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ

By

Published : Jul 27, 2021, 5:51 PM IST

  • કરજણમાં ગેરકાયદે બાયોડિઝલ વેચાણનો પર્દાફાશ
  • કરજણથી ઉમજ તરફ જતા માર્ગે કુરઈ ગામની સીમમાં ગ્રામ્ય SOG પોલીસની રેડ
  • બાયોડિઝલનું વેચાણ કરતા શખ્સને દબોચી લેવાયો
  • 9,400 લીટર ગેરકાયદે જવલંતશીલ બાયોડિઝલનો જથ્થો ઝડપાયો

વડોદરા: કરજણ તાલુકાના ઉમજ જતા રોડ પર આવેલા કુરઈ ગામની સીમમાં આવેલા ખેતરમાં એક શખ્સ પોતાના અંગત વાહનોમાં રસ્તે આવતા જતા વાહનોને બાયોડિઝલ( Biodiesel)નું ગેરકાયદે વેચાણ કરતો હોવાની બાતમીના આધારે SOG પોલીસની ટીમે ત્વરિત કાર્યવાહી કરી સ્થળ પર રેડ કરતા મોહન ઉર્ફે મુન્નાભાઈ મેપાભાઈ ભરવાડ તેના ટેન્કરમાં ભરેલા જવલંતશીલ પ્રવાહી બાયોડિઝલ( Biodiesel)નો જથ્થો તથા ટેન્કરની પાછળ લગાવાયેલા પંમ્પ દ્વારા બાયોડિઝલનું વેચાણ કરતા ઝડપાયો હતો.

ગેરકાયદે બાયોડિઝલનો વેચાણ

આ પણ વાંચો- વેરાવળ મામલતદારે બાયોડિઝલ પંપના સંચાલક વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી

એસઓજીએ 11.64 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

કરજણથી ઉમજ તરફ જવાના માર્ગે કુરઈ ગામની સીમમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય નવી દિલ્હીના નોટિફિકેશન અને બાયોડિઝલને કલાસ-Bના વેચાણ અંગેના સરકાર દ્વારા નિયત કરેલા કોઈ નિયમોનું પાલન થતું નથી તેમજ જવલંતશીલ પ્રવાહી બાયોડિઝલ( Biodiesel)નો જથ્થો વેચાણ કરવાના ઈરાદે પોતાના કબ્જામાં રાખવા બદલ મોહનભાઈ ઉર્ફે મુન્નાભાઈ મેપાભાઈ ભરવાડને પકડવામા આવ્યો હતો.

ગેરકાયદે બાયોડિઝલનો વેચાણ

આ પણ વાંચો-બોટાદ જિલ્લા પુરવઠા અધિકારીએ બાયોડિઝલના જથ્થા પર કરી રેડ

પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

મુન્નાભાઈ મેપાભાઈ ભરવાડ પાસેથી SOG પોલીસે 9,400 લીટર બાયોડિઝલ ( Biodiesel)કિંમત રૂપિયા 6,58,000, ટાંકી નંગ 3 આશરે કિંમત 1,500, ટેન્કર નંગ 2, ટ્રેકટર 1, ટ્રોલી 1 એમ કુલ મળી 11,64,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તેના વિરુદ્ધ કરજણ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details