ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં મહાશિવરાત્રીના રોજ ચિત્ર અને બીજમંત્રો દોરેલા 108 બીલીપત્રો શિવજીને અર્પણ કરશે - Vadodara Latest News

વડોદરાના કલાકાર કિશન શાહે મહાશિવરાત્રી પર્વની ઉજવણી અનોખી રીતે કરવા માટે આયોજન હાથ ધર્યું છે. શિવરાત્રી પર્વના રોજ તેઓ 108 બીલીપત્ર શિવજીને અર્પણ કરશે. જે બીલીપત્ર પર શિવજીને લગતા ચિત્ર અને બીજમંત્ર દોરેલા છે.

વડોદરામાં મહાશિવરાત્રીના રોજ ચિત્ર અને બીજમંત્રો દોરેલા 108 બીલીપત્રો શિવજીને અર્પણ કરશે
વડોદરામાં મહાશિવરાત્રીના રોજ ચિત્ર અને બીજમંત્રો દોરેલા 108 બીલીપત્રો શિવજીને અર્પણ કરશે

By

Published : Mar 10, 2021, 9:24 PM IST

  • વડોદરાનો કલાકાર મહાશિવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી કરશે
  • મહાશિવરાત્રીએ અનોખા બીલીપત્ર શિવજીને અર્પણ કરશે
  • બીલીપત્ર પર શિવજીને લગતા ચિત્ર અને બીજમંત્ર દોરવામાં આવ્યાં

વડોદરાઃ શહેરમાં કલાકાર કિશન શાહ દરવર્ષે મહાશિવરાત્રી પર્વની પોતાની કલાના માધ્યમ દ્વારા અનોખી ઉજવણી કરે છે. આ વખતે કિશન શાહે શિવજીને પ્રિય 108 બીલીપત્રો પર રંગોથી શિવજીને લગતા ચિત્ર અને બીજ મંત્ર દોર્યા છે. જેમાં એક બીલીપત્ર પર ચિત્ર અંકિત કરતા સરેરાશ 45 મિનિટનો સમય લાગ્યો છે.

બીલીપત્રો

મહાશિવરાત્રીએ 108 બીલીપત્ર શિવજીને અર્પણ કરાશે

કિશન શાહે જણાવ્યું હતું કે, ચિત્રકલા હું જાતે શીખ્યો છું. મને ઈશ્વરમાં ખૂબ શ્રદ્ધા છે. એમાં હું કોઈ ધર્મભેદ કરતો નથી. મેં ઘણા પુરાણોમાં વાંચ્યું છે કે, શિવજીને બીલીપત્ર ખુબ પ્રિય છે. ત્રણ પાંચ, સાત કે બાર પર્ણવાળા બીલીપત્ર ભગવાન શિવજીને અર્પણ કરનારા ભક્ત પોતાને ભાગ્યશાળી માને છે. એ સત્યતાને ધ્યાનમાં રાખી આ મહાશિવરાત્રીએ 108 બીલીપત્ર શિવજીને અર્પણ કરવાનો છું.

બીલીપત્રો

આ પણ વાંચોઃ મહાશિવરાત્રી મેળામાં નાગા સંન્યાસીઓના ભિક્ષુક તરીકે આવી રહ્યા છે જંગમ સાધુઓ

બીલીપત્ર પર ચિત્ર તૈયાર કરવાનું કાર્ય મુશ્કેલઃ કિશન શાહ

વધુમાં તેઓએ જણાવ્યું કે, આ 108 બીલીપત્ર ઉપર શિવજીને લગતા ધાર્મિક ચિન્હો અને બીજમંત્ર કંડારેલા છે. શિવજીને એ બીલીપત્ર અર્પણ કરવામાં આવશે. બીલીપત્ર પર ચિત્ર તૈયાર કરવાનું કાર્ય મુશ્કેલ છે. એક તો ફાટેલા કે કાણાવાળા બીલીપત્ર શિવજીને અર્પણ ના કરાય એટલે તપાસીને બીલીપત્ર તોડવા પડે. બીલીના વૃક્ષને ધારદાર કાંટા હોય છે. જેથી તેને તોડતા સમયે ખુબ જ ધ્યાન રાખવું પડે છે. બીલીપત્ર વળી ન જાય એની પણ કાળજી રાખવાની સાથે સાથે એ વળી ના જાય માટે વજનદાર ઓરસિયા નીચે મૂકી રાખવા પડે છે. ત્યારબાદ બીજા દિવસે બીલીપત્ર પર ચિત્ર દોરી શકાય છે. પીપળાના પાન ઉપર મે ચિત્રો દોર્યા છે. જોકે, બીલીપત્ર પર શિવજીના ચિત્રો દોરવાનું કાર્ય ભાગ્યે જ કોઈએ કર્યું હશે. જે ભાગ્ય મને મળ્યું છે. બિલિપત્રના મૂળમાં બ્રહ્મરૂપ, મધ્યમાં વિષ્ણુ અને તેનો ઉપરનો ભાગ શિવ સ્વરૂપ હોય છે. બિલિપત્રના વૃક્ષના મૂળ માં જળ ચઢવવાથી શિવલિંગ પર જળ ચઢાવવા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે.

વડોદરામાં મહાશિવરાત્રીના રોજ ચિત્ર અને બીજમંત્રો દોરેલા 108 બીલીપત્રો શિવજીને અર્પણ કરશે

ABOUT THE AUTHOR

...view details