- વડોદરામાં એમ્બ્યુલન્સનો અભાવ હોવાની વાત ખોટી
- વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 38 એમ્બ્યુલન્સ કાર્યરત છે
- 18 એમ્બ્યુલન્સ ખાસ કોવિડ દર્દીઓ માટે
- કોઈ હદ ન હોવાથી વડોદરાના કોઈપણ ખૂણે 108 એમ્બ્યુલન્સ પહોંચે છે
વડોદરા: શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંક વધી રહ્યો છે. જેના કારણે હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ધસારો વધતા પથારીઓ પણ ભરાઈ ગઈ છે. જ્યારે છેલ્લા કેટલાક સમયથી 108 સમયસર નહીં પહોંચતી હોવાની બુમરાણ મચી હતી. જોકે હાલ દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 38 જેટલી 108 એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી છે. જેમાં વડોદરા શહેર માટે કુલ 27 જેમાંથી ખાસ કોવિડ દર્દીઓ માટે 18 એમ્બ્યુલન્સ 24 કલાક કાર્ય કરી રહી છે.
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના પરિસ્થિતિને લઈ 108 એમ્બ્યુલન્સ સેવા વધારવામાં આવી આ પણ વાંચો :વડોદરાના અટલાદરામાં 500 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરાઇ
દર્દીઓને લેવા જતી સમયે ઘણી વખત કડવા અનુભવો થયા : મેનેજર નિલેશ ભરપોડા
આ અંગે માહિતી આપતા 108 એમ્બ્યુલન્સ સેવાના વડોદરા, આણંદના પ્રોગ્રામ મેનેજર નિલેશ ભરપોડાએ જણાવ્યું હતું કે, વડોદરામાં હાલ અમારી પાસે 38 જેટલી 108 છે. જેમાંથી 27 જેટલી વડોદરા શહેર માટે છે. જેથી હાલ પૂરતો 108 એમ્બ્યુલન્સનો કોઈ અભાવ નથી. દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને સમયસર એમ્બ્યુલન્સ મળી જાય છે. જોકે એના સમયમાં થોડું ડીલે થઈ રહ્યું છે. વડોદરાની જે એમ્બ્યુલન્સ છે, તે તમામ પ્રકારની ઇમર્જન્સી એટેન કરી રહી છે. પહેલા જે રોજેરોજ ઇમર્જન્સીના આશરે 180 જેટલા કોલ મળતા હતા. જે વધીને હાલમાં 300 જેટલા કોલ 108ને મળી રહ્યા છે. કોલમાં વધારો થયો હોવાના કારણે એમાં પરિવર્તન આવ્યું છે.
આ પણ વાંચો :ગોરવા BIDC સ્થિત એ.કે. ઇન્ડસ્ટ્રીઝમાં 50 લાખનું ડુપ્લિકેટ સેનિટાઈઝર મળ્યું
12 મિનિટની અંદર જ 108 વડોદરાના કોઈપણ ખૂણે પહોંચી જાય છે
એક વખત 108ને કોલ અમદાવાદ સેન્ટર ઉપરથી પાકું થાય એના પછી માત્ર 12 મિનિટની અંદર જ 108 વડોદરાના કોઈપણ ખૂણે પહોંચી જાય છે. દર્દી ઘરે હોય કે અન્ય ઘટનાસ્થળે દર્દી તૈયાર ન હોય છતાં 108 પહોંચી જાય છે. એમાં પણ સમય લાગે છે. જેથી તેમાં થોડો ફેરફાર રહે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં છેલ્લા પાંચથી છ દિવસમાં ખુબ સારો સુધારો આવ્યો છે. કોઈપણ સરકારી હોસ્પિટલ હોય 108 પાંચ મિનિટમાં જ ફ્રી થઈ જાય છે અને તુરંત જ નજીકમાં તેના સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં તેનું સેનિટાઇઝેશન થયા પછી તત્કાલએ બીજા કેસ માટે તૈયાર થઈ જાય છે. 108 માટે કોઈ હદ નક્કી નથી પણ જે વિસ્તારમાંથી વધુ કોલ મળી રહ્યા છે, તે વિસ્તાર પ્રમાણે 108 કાર્ય કરતી હોય છે. જ્યારે ઘણા કિસ્સાઓમાં કડવા અનુભવ પણ થતા હોય છે. ખાસ કરીને એવું થાય છે કે ઘરમાં કોઈ દર્દી હોય ત્યારે એમના બાળકો પણ હાથ નથી લગાવતા. ઘરનો દરવાજો પણ નથી ખોલતા અને એવું કહે છે કે તમે તમારી રીતે લઈ જાવ, ત્યારે 108 લોકોને પુરી જવાબદારી સાથે નજીકની હોસ્પિટલે પહોંચાડે છે.