ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર ઉમેરાયા - Vadodara NEWS UPDATES

કોરોનાનો કહેર યથાવત છે. વડોદરા શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે. દિવસેને દિવસે પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે 100 જેટલા અદ્યતન વેન્ટિલેટર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આપવામાં આવશે.

વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર ઉમેરાયા
વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર ઉમેરાયા

By

Published : Apr 5, 2021, 8:28 AM IST

  • સરકારી અને ખાનગી હોસ્પિટલોના બેડો ફુલ થઇ ગયા
  • વડોદરાની હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર ઉમેરાયા
  • વેન્ટિલેટર પુલમાં હવે 750 વેન્ટિલેટર

વડોદરા: કોરોનાના કહેરને લઈને સરકારી અને ખાનગી હોસ્પિટલોના બેડો ફુલ થઇ ગયા છે. ત્યારે OSD ડૉક્ટર વિનોદ રાવે ઓક્સિજન અને દવાઓ તેમજ ઈન્જેકશન માટે ખાસ બેઠક યોજી હતી. ત્યારે આજે સોમવારે 100 જેટલા અદ્યતન વેન્ટિલેટર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આપવામાં આવશે. વેન્ટિલેટરનો જથ્થો હવે 750 જેટલો થઈ ગયો છે.

100 જેટલા વેન્ટિલેટર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આપવામાં આવશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવે છે. તેમાં આજે સોમવારે 391 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. તેમજ 1 પોઝિટિવ દર્દીનું મોત થયું હતું. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન નીતિન પટેલ વડોદરા આવ્યા હતા તેમજ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આજે સોમવારે 100 જેટલા અદ્યતન વેન્ટિલેટર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આપવામાં આવશે. ખાસ ફરજ પરના અધિકારી OSD ડૉ.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા અગ્રિમ અને તકેદારીરૂપ આયોજનના અમલરૂપે ગઈકાલ રાત્રિથી અત્યાર સુધીમાં વડોદરાની કોવિડ સારવાર માટે માન્ય હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર ઉમેરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો:પાટણ: રોટરી ક્લબ દ્વારા જનતા હોસ્પિટલમાં વેન્ટિલેટર મશીન દાન કરાયું

સરકારી અને ખાનગી હોસ્પિટલ ને 50-50 વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવશે

સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોને 50-50ની ફાળવણી કરવામાં આવી છે. જે પૈકી ધીરજ હોસ્પિટલમાં રાખવામાં આવેલા ફ્રી બેડ માટે 20 વેન્ટિલેટર, સયાજી હોસ્પિટલ માટે 10 વેન્ટિલેટર અને ગોત્રી હોસ્પિટલ માટે 5 નવીન અને અદ્યતન વેન્ટિલેટર આપવામાં આવ્યા છે. જ્યારે પાયોનીયર હોસ્પિટલ માં ફ્રી બેડની સુવિધા હેઠળ 15 વેન્ટિલેટર અને અન્ય 50 વેન્ટિલેટર ખાનગી હોસ્પિટલોમાં સ્થાપિત કરવામાં આવશે.

આ પણ વાંચો:રાજસ્થાન, મધ્યપ્રદેશથી આવતાં દર્દીઓને વેન્ટિલેટરની સુવિધા અપાતાં બેડ અને વેન્ટિલેટર ખૂટ્યાં : AMA

ABOUT THE AUTHOR

...view details