- સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત 16 ડિસેમ્બર નિયમો બનાવ્યા
- બુધવારે કમિટીની મીટીંગ મળે છે
- રિપોર્ટમાં પુરાવા મળે તો પોલીસ ફરિયાદ કરવામાં આવે
વડોદરાઃસરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત 16 ડિસેમ્બર નિયમો બનાવ્યો છે અને તે મુજબ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે, નવા કાયદા મુજબ દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાની કમિટી બનાવવામાં આવી છે. કમીટીના 6 સભ્યોએ અધિક નિવાસી કલેકટર સભ્ય સચિવ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડાના સીઈઓનો સમાવેશ થાય છે.
વડોદરામાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ 2020 અંતર્ગત 10 ફરિયાદો નોંધાઈ એસડીએમ રિપોર્ટ 10થી 21 દિવસની અંદર રિપોર્ટ આપે
નવા કાયદા મુજબ જમીન પચાવી પાડવા માટે અરજી આવે તે અરજીનો રિપોર્ટ એસડીએમ મારફતે મંગાવવામાં આવે છે. એસડીએમ રિપોર્ટ 10થી 21 દિવસની અંદર રિપોર્ટ આપે છે અને તે રિપોર્ટ બાદ કમિટીની અંદર આ નિર્ણય લેવામાં આવે છે.
વડોદરામાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ 2020 અંતર્ગત 10 ફરિયાદો નોંધાઈ રિપોર્ટમાં પુરાવા મળે તો પોલીસ ફરિયાદ કરવામાં આવે છે
ઇન્ચાર્જ એસડીએમ આર.એસ ઠુમમરે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ જમીનો અથવા પ્રોપર્ટી પચાવવી પાડવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે દર બુધવારના રોજ કમિટીની બેઠક મળે છે. આ કમિટીની અંદર રિપોર્ટ અંગે ચર્ચા કરવામાં આવે છે, તેનું સ્ક્રુટીની પણ કરવામાં આવે છે અને જો ફરિયાદ અરજદારે કરેલી હોય તેની સામે પુરાવા મળે તો પોલીસ ફરિયાદ કરવામાં આવે છે અને જો કમિટીને આમા વાંધાવચકા દેખાતા હોય તો ફરધર તપાસની માંગ કમિટી કરતી હોય છે.