- યુથનેશન દ્વારા યોજવામાં આવી રેલી
- નાટક-પ્રદર્શનથી લોકોને સંદેશ
- ડ્રગ્સ અને નશિલા પદાર્થથી દૂર રાખવા ઝૂંબેશ
સુરત : સુરતમાં યુથનેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ-અલગ નાટકોના પ્રદર્શન કરીને લોકોને ડ્રગ્સ, સિગરેટ જેવા નશીલા પદાર્થોથી દૂર રહેવાનો સંદેશો આપ્યો હતો. આ રેલીમાં સુરત પોલીસ કમિશ્નર અજય તોમર, સુરત કલેક્ટર ધવલ પટેલ સહિતના આગેવાનોએ આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં સુરત ટ્રાફિક પોલીસ, યુથનેશનના મિત્રો બાઈક ઉપર રેલી કરી હતી. આ રેલી અઠવાલાઇન્સથી પીપલોદ સુધી યોજાઈ હતી.
શહેરમાં જાગૃત નાગરિકોનો મોટો ફાળો રહેલો છે
સુરત પોલીસ કમિશ્નર અજય તોમારે આ રેલીને લઇને જણાવ્યું કે, "મેં જ્યારે સુરત પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યો. ત્યારે મને મારા પોલીસ ઓફિસરો દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આપણા સુરતમાં જેમ દિવસે-દિવસે ક્રાઈમમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે નવ યુવાધન નશાના માર્ગે દોડી રહ્યું છે. ત્યારે મેં સુરત નવ યુવાનોને નશામાંથી મુક્તિ કઈ રીતે મેળવવી જે અંગે ઘણા બધા NGO અને યુથનેશન જેવી સંસ્થાઓ જોડે વાત કરીને સુરતને નશા મુક્ત બનાવવા માટે ચર્ચા પણ કરી હતી. ત્યારબાદ સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જે કોઈ જગ્યાએ નશા માદક દ્રવ્યોનું વેચાણ થતું હોય તે જગ્યાએ સુરત પોલીસ દ્વારા માદક દ્રવ્યોના વેચાણકારોને પકડીને શહેર નશા મુક્ત કરવા માટેનો મારો ધ્યેય છે. થોડા દિવસ પહેલા સુરત પોલીસે ઘણા બધા ડ્રગ્સ, ગાંજા જેવા માદક દ્રવ્યો પકડી પાડ્યા છે અને આ માટે શહેરના જાગૃત નાગરીકોનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે.