- તાપી નદીમાં યુવતીએ મોતની છલાંગ લગાવી
- યુવકની બાઇકમાંથી ઝેરની બોટલ મળી આવી
- બાઈક નંબરના આધારે ઓળખની કાર્યવાહી શરુ કરાઈ
સુરતઃ શહેરના મોટા વરાછા તાપી નદીના બ્રિજ પરથી આશરે 30 થી 35 વર્ષના યુવકે મોતની છલાંગ મારી છે. યુવક તાપી નદીના પાણીમાં ગરકાવ થઈ જતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગની ટીમ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તાપી નદીના બ્રિજ પર પાર્ક કરેલી યુવકની બાઇકમાંથી ઝેરની બોટલ પણ મળી આવી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા યુવકને શોધવાની કામગીરી ચાલુ છે.