- સુરતમાં બેરોજગારી મુદ્દે યુથ કોંગ્રેસ મેદાને
- પોલીસે રેલી કાઢતા કાર્યકર્તાઓની કરી અટકાયત
- ઝંડા અને બેનરો સાથે કાર્યકર્તાઓ ભેગા થયા
સુરતઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે અને તેની અસર હવે સુરત શહેરમાં જોવા મળી રહી છે. રોજગારીનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઊઠાવવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં આ મુદ્દે અનેક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા આજે એમટીબી કોલેજથી લઈ કલેકટર કચેરી સુધી બેરોજગારીના મુદ્દે રેલી યોજવામાં આવી હતી. ઝંડા અને બેનરો સાથે મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થયા હતા, પરંતુ રેલી નીકળે તે પહેલા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ત્યાં પહોંચી ગયો હતો.