ગુજરાત

gujarat

ETV Bharat / city

વિસર્જન માટે નહેરમાં ગયેલા 4 યુવક ડૂબ્યા, 1 હજી પણ ગુમ

સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન નહેરમાં 4 યુવક ડૂબી ગયા હતા. જોકે અહીં હાજર લોકોએ બૂમાબૂમ કરતા 3 યુવકને બચાવી લેવાયા હતા. જ્યારે ડૂબી ગયેલા એક યુવકની શોધખોળ ચાલી રહી છે. ganpati visarjan accident, YOUNG MEN DROWNED AT UTIYADARA CANAL, GANESH VISARJAN.

વિસર્જન માટે નહેરમાં ગયેલા 4 યુવક ડૂબ્યા, 1 હજી પણ ગુમ
વિસર્જન માટે નહેરમાં ગયેલા 4 યુવક ડૂબ્યા, 1 હજી પણ ગુમ

By

Published : Sep 5, 2022, 10:37 AM IST

સુરતઉકાઈ જમણા કાંઠાની ઉટિયાદરા નહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવક ડૂબી ગયા હતા. ત્યારે નહેરમાં ડૂબી (ganpati visarjan accident) ગયેલા યુવાનોને જોઈ હાજર લોકોએ બૂમાબૂમ કરી હતી. તેના કારણે 3 યુવકને બચાવી લેવાયા હતા. જ્યારે એક યુવક નહેરમાં ડૂબી ગયો (YOUNG MEN DROWNED AT UTIYADARA CANAL) હતો. તેની તપાસ ચાલી રહી છે. જોકે, રાત્રે પણ આ યુવકને શોધવા માટે ટીમ કામે લાગી હતી, પરંતુ હજી સુધી આ યુવક મળ્યો નથી. અત્યારે ફાયરની ટીમ, એમ્બુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે છે. બીજી તરફ વિસર્જન (GANESH VISARJAN) કરતા યુવકનો વીડિયો વાઈરલ થયો હતો.

હરિઓમ સોસાયટીના યુવાનો ડૂબ્યા

હરિઓમ સોસાયટીના યુવાનો ડૂબ્યા માંગરોળ તાલુકાના તરસાડી નગરની હરિઓમ સોસાયટીના યુવાનો ગણેશ વિસર્જન (GANESH VISARJAN ) કરવા નહેરમાં ગયા હતા. તે દરમિયાન 4 જેટલા યુવાનો નહેરમાં તણાઈ ગયા હતા. જોકે, 3 યુવકને બચાવી લેવાયા હતા. જ્યારે એક યુવક હજી પણ (Ganesh Visarjan 2022) ગુમ છે.

વિસર્જન દરમિયાન બની દુર્ઘટના સુરત જિલ્લામાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ઘણા ગણેશ મંડળોએ ગણેશજીના વિસર્જન કરવાનો કાર્યક્રમ પણ શરૂ કરી દીધો છે. ત્યારે માંગરોળ તાલુકાના તરસાડી નગરમાં આવેલી હરિઓમ સોસાયટીમાં સ્થાપના કરવામાં આવેલી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન (Ganesh Visarjan 2022) કરવા યુવાનો ઉટિયાદ્રા ગામની નહેરમાં પહોંચ્યા હતા. તે જ દરમિયાન 4 જેટલા યુવકનો પગ લપસી ગયો ને તેઓ તેમાં તણાઈ ગયા હતા.

યુવક પાણીના પ્રવાહમાં ખેંચાયો તેના કારણે એક યુવક પાણીના પ્રવાહમાં દૂર ખેંચાઈ (Ganesh Visarjan 2022) ગયો હતો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બીજી તરફ ફાયર વિભાગની ટીમ હજી પણ ગુમ યુવકની શોધખોળ કરી રહી છે. અત્યારે સોશિયલ મીડિયામાં યુવાનો ડૂબતો લાઇવ વિડિયો વાયરલ થયો છે.

ABOUT THE AUTHOR

...view details