- 12 વર્ષીય કિશોરી પર યુવાને કર્યું દુષ્કર્મ
- કિશોરીને વોડકા પીવડાવ્યા બાદ દુષ્કર્મ કર્યુ
- દુષ્કર્મની ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ
સુરત: પોલીસે ગણતરીના સમયમાં જ 23 વર્ષીય આરોપીને ઝડપી પાડી તેનો કોઈ રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે રેપનો ભોગ બનેલી કિશોરીને મેડિકલ ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
આ પણ વાંચો: મહેસાણામાં અનુસુચિત જાતિની સગીરા પર લગ્નની લાલચ આપીને આચર્યું સામુહિક દુષ્કર્મ
સોસાયટીમાં રહેતા યુવકની ઘર નજીક જ રહેતી 12 વર્ષીય કિશોરી શ્વાનને રમાડવા માટે જતી હતી. આ દરમિયાન તે યુવકને કિશોરી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતી હતી. ઇન્સ્ટાગ્રામ પરથી કિશોરી સાથે વાતચીત કર્યા બાદ બે દિવસ પહેલાં કિશોરીને બોલાવી બાઈક ઉપર તેના ગામ પાસે બ્રિજ ઉપર લઈ ગયો હતો. જ્યાં યુવકે કિશોરી સાથે અડપલા કર્યા હતા.