- સુરતમાં યુવતીએ પોતાના જન્મદિવસની ઉજવણી રક્તદાન કેમ્પ યોજીને કરી
- 22 યુનિટ રક્ત એકત્રીત કરવામાં આવ્યું
- યુવતીએ રક્તદાન કરી કેમ્પનું કર્યુ ઉદ્ઘાટન
સુરત : શહેરની એક વિદ્યાર્થીનીએ પોતાના 18મા જન્મદિનની ઉજવણી રક્તદાન શિબિર (Blood Donation Camp) સાથે યોજીને કરી હતી. રુચીએ જન્મદિન પર રક્તદાન શિબિરમાં 18 બોટલ રક્તદાન કરાવવા સંકલ્પ કર્યો હતો તેની સામે 22 જેટલી બોટલ એકત્ર થઈ હતી.
જન્મદિવસની ઉજવણી રક્તદાન કેમ્પનુ આયોજન કરીને
જ્યારે રૂચી 7 વર્ષની હતી ત્યારે તેને ડેન્ગ્યું થયો હતો અને તેને ત્યારે લોહીની જરૂર પડી હતી ત્યારે તેના માતા-પિતાને લોહી મેળવવા માટે ખુબ જ તકલીફ પડી હતી. આ વાત રૂચીને યાદ રહી ગઈ હતી. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં રહેતી રુચિ નરેશકુમાર વરિયા એમટીબી આટર્સ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. રુચિએ પોતાના 18મા જન્મદિનની ઉજવણી રક્તદાન શિબિર યોજી કરી હતી. સૌથી મહત્વ ની વાત આ છે કે રુચીએ પોતે જ રક્તદાન કરી શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદ જિલ્લામાં યોજાયો ભવ્ય રક્તદાન કેમ્પ