- સુરતવાસીઓ માટે આવ્યા સારા સમાચાર
- સુરતથી સીધા દિલ્હી, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ જવાશે
- તાજેતરમાં જ ગો એરે મોટી સંખ્યામાં કરી હતી ભરતી
આ પણ વાંચોઃરાજકોટ હૈદરાબાદની પ્રથમ ફ્લાઈટનું રાજકોટમાં આગમન, બેંગ્લૂરુથી પણ શરુ થશે ફલાઈટ
સુરતઃ તાજેતરમાં ગો એર દ્વારા સુરત એરપોર્ટ માટે કાઉન્ટર સ્ટાફ અને ગ્રાઉન્ડ સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરલાઈન્સને ટિકિટ કાઉન્ટર પરના ટર્મિનલ બિલ્ડિંગના ફ્રન્ટમાં ફાળવવામાં આવ્યું છે. એરલાઈન્સ દ્વારા જે રૂટ પર પેસેન્જર લોડ વધુ મળી રહ્યો છે. તે રૂટ પર ફ્લાઇટ મૂકવામાં આવી છે. દેશની ડોમેસ્ટિક એરલાઈન્સ ગો એર કંપની દ્વારા આગામી સમયમાં એટલે કે 28 માર્ચથી એકસાથે પાંચ શહેરોને જોડતી કુલ સાત ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.